T-20

અર્શદીપે T20માં ભારત માટે બનાવ્યો રેકોર્ડ! આવું કરનાર બીજો બોલર બન્યો

pic- cricket addictor

ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહે રવિવાર, 20 ઓગસ્ટના રોજ આયર્લેન્ડ સામેની બીજી મેચ (IND vs IRE)માં બોલિંગ કરતી વખતે તેની 50મી T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી. ડબલિનમાં રમતા અર્શદીપ સિંહે ખતરનાક બેટિંગ કરનાર એન્ડ્ર્યુ બલબિર્નીને આઉટ કરીને આ મહાન સિદ્ધિ હાંસલ કરી હતી. આ સાથે હવે ફાસ્ટ બોલરે પોતાની 33મી T20 મેચમાં 50 વિકેટ પૂરી કરીને જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે આ સ્થાન સુધી પહોંચવા માટે 41 મેચ રમી હતી.

હવે આ સાથે અર્શદીપ સિંહ T20માં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો બીજો ભારતીય બોલર પણ બની ગયો છે. જ્યારે નંબર વન પર કુલદીપ યાદવનું નામ નોંધાયેલું છે, જેણે 30 મેચમાં 50 વિકેટ લીધી હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ મળતાં ભારતે 5 વિકેટના નુકસાન પર 185 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડની ટીમ 8 વિકેટ ગુમાવીને 152 રન જ બનાવી શકી હતી. હવે આ જીત સાથે ભારતે ત્રણ મેચોની શ્રેણી પર પણ કબ્જો કરી લીધો છે.

Exit mobile version