T-20

ટી-20 ક્રિકેટમાં આ મામલે બાબર અઝામે વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની છઠ્ઠી T20 મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું. મેચમાં હારથી પાકિસ્તાનને નિરાશ થવું પડ્યું હતું, પરંતુ પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ આ મેચમાં એવો રેકોર્ડ બનાવ્યો, જેનાથી પાકિસ્તાની ચાહકોને આનંદનો મોકો મળ્યો છે.

પાકિસ્તાનનો કેપ્ટન બાબર T20માં સૌથી ઝડપી 3000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. તેણે 81 ટી20 મેચમાં 3000 રન પૂરા કર્યા છે. આ સાથે તેણે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. આ પહેલા કોહલીએ પણ 81 મેચમાં 3000 રન પૂરા કર્યા હતા. બાબર ટી20માં 3000 રન કરીને બેટ્સમેનોની ખાસ ક્લબમાં સામેલ થઈ ગયો છે. તેના પહેલા રોહિત શર્મા, વિરાટ કોહલી, માર્ટિન ગુપ્ટિલ અને પોલ સ્ટર્લિંગ એવા બેટ્સમેનોની ક્લબનો ભાગ છે જેમણે T20માં 3000 રન બનાવ્યા છે.

આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા નંબર 1 પર છે. રોહિતે ટી20માં 3694 રન બનાવ્યા છે. રોહિતના પાર્ટનર વિરાટ કોહલીએ T20માં 3663 રન બનાવ્યા છે. હવે પાકિસ્તાની કેપ્ટન પણ 3000 રન પુરા કરનાર બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો છે. આવું કરનાર તે પાકિસ્તાની ટીમનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ટી20માં અત્યાર સુધીમાં 3035 રન બનાવ્યા છે.

Exit mobile version