ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વિકેટે માત્ર 117 રન બનાવી શકી હતી…
ઓસ્ટ્રેલિયા ક્રિકેટને ટી-20 ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. પાંચ મેચની શ્રેણીમાં સતત ત્રીજી મેચમાં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવીને 3-0ની અજેય સરસાઈ મેળવી હતી. પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટના નુકસાન પર 127 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વિકેટે માત્ર 117 રન બનાવી શકી હતી. બાંગ્લાદેશે 10 રને મેચ જીતીને ઈતિહાસ રચ્યો.
ઓસ્ટ્રેલિયાની ટીમને બાંગ્લાદેશની ધરતી પર તેના ક્રિકેટ ઇતિહાસમાં સૌથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. આ શ્રેણીમાં પ્રવેશ કરતા પહેલા બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયા સામે એક પણ ટી-20 મેચ જીતી ન હતી. શ્રેણીમાં સતત ત્રણ ટી-20 મેચ જીતીને, યજમાનોએ માત્ર શ્રેણી જ જીતી નથી પણ કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાને હરાવવામાં સફળ રહી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને વેસ્ટ ઇન્ડીઝ સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કરતા બાંગ્લાદેશની ટીમે કેપ્ટન મહમુદુલ્લાહના 52 રનની મદદથી 9 વિકેટે 127 રન બનાવ્યા હતા. જ્યારે નાના સ્કોરનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ફરી એકવાર ઠોકર ખાઈ અને 117 રનના સ્કોર સુધી પહોંચી ગઈ.
The winning moment #BANvAUS pic.twitter.com/4Es3LZ02oQ
— Bangladesh Cricket (@BCBtigers) August 6, 2021