બાંગ્લાદેશના ટી20 સ્પેશિયાલિસ્ટ ઓલરાઉન્ડર Mahedi Hasan ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. લાંબા સમયથી ટીમમાં આવન-જાવનનો સામનો કરી રહેલા મહેદીએ હવે ખુલ્લેઆમ ટીમ મેનેજમેન્ટ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેના મતે, સતત સારા પ્રદર્શન છતાં તેને નિયમિત તક આપવામાં આવતી નથી અને પસંદગીની પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ જોવા મળે છે.
મહેદી હસને જણાવ્યું કે તેઓ ખાસ કરીને ટી20 ક્રિકેટમાં પોતાની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. બોલિંગમાં તેની ઇકોનોમી અને મહત્વપૂર્ણ વિકેટ લેવાની ક્ષમતાએ ઘણી વખત બાંગ્લાદેશને જીત અપાવી છે, છતાં વારંવાર તેને ટીમમાંથી બહાર કરવામાં આવે છે. આ બાબતથી તેઓ નિરાશ થયા હોવાનું તેણે સ્વીકાર્યું.
બાંગ્લાદેશ ટીમ મેનેજમેન્ટે અગાઉ કેટલાક પ્રસંગોએ “મેચ-અપ્સ” અને ટીમ કોમ્બિનેશનને કારણ તરીકે આગળ ધપાવ્યું હતું. જોકે માહેદી આ દલીલથી સહમત નથી. તેના મતે, જો કોઈ ખેલાડી સતત સારું પ્રદર્શન કરી રહ્યો હોય તો તેને સતત તક મળવી જોઈએ. માત્ર કોમ્બિનેશનના નામે બહાર બેસાડવું ખેલાડી માટે નિરાશાજનક બની શકે છે.
મહેદીએ વધુમાં કહ્યું કે તેઓ હંમેશા દેશ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા તૈયાર રહે છે અને પોતાની મહેનત પર વિશ્વાસ રાખે છે. ટીમમાં સ્થાન મળે કે ન મળે, તેઓ પોતાના રમતના સ્તરને વધુ સુધારવા માટે સતત પ્રયાસ કરતા રહેશે.
ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે મહેદી હસન જેવા અનુભવી ટી20 ખેલાડીને સતત અવગણવાથી બાંગ્લાદેશ ટીમને પણ નુકસાન થઈ શકે છે. ખાસ કરીને ટૂંકા ફોર્મેટમાં તેની ઉપયોગીતા અનેક વખત સાબિત થઈ ચૂકી છે. હવે જોવાનું રહેશે કે તેમની ખુલ્લી ટિપ્પણીઓ બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને ટીમ મેનેજમેન્ટ શું વલણ અપનાવે છે અને આગામી શ્રેણીઓમાં તેને વધુ તક મળે છે કે નહીં.
🗣️ Sheikh Mahedi Hasan opens up about frustration over lack of consistent opportunities 🇧🇩🏏
After the Australia series, Mahedi questioned why bowlers don’t get the same backing as batters despite performing consistently.
“An average batter gets a long run in the team, but as a… pic.twitter.com/yz5DyPNirc
— Shadman Sakib Arnob (@arnuX05) June 22, 2026

