T-20

ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલીના નિશાને કોચ રાહુલ દ્રવિડનો આ મોટો રેકોર્ડ

ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી એશિયા કપમાં શાનદાર પ્રદર્શન સાથે ફોર્મ પરત મેળવ્યા બાદ T20 વર્લ્ડ કપ પહેલા થોડા વધુ રન બનાવવા પર નજર રાખશે. ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા આ વર્લ્ડ કપ પહેલા ભારતે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે ઘરની ધરતી પર ત્રણ મેચની ટી-20 શ્રેણી રમવાની છે.

આ શ્રેણીમાં વિરાટ કોહલીના નામે બે મોટા રેકોર્ડ બનશે. એક રેકોર્ડમાં તે કોચ રોહિત શર્માને પાછળ છોડી દેશે, જ્યારે બીજા રેકોર્ડમાં તે કેપ્ટન રોહિત શર્મા કરતા પણ મોટું સ્થાન હાંસલ કરશે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના તેના વિશે જાણીએ-

વિરાટ કોહલી T20 ક્રિકેટમાં 11000 રનના આંકડાથી માત્ર 98 રન દૂર છે. જો તે આગામી સિરીઝમાં આ રન બનાવશે તો તે આવું કરનાર પ્રથમ ભારતીય બની જશે. કોહલીના નામે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં 40.37ની સરેરાશ સાથે 10902 રન છે. કોહલીએ ટી20 ક્રિકેટમાં અત્યાર સુધી 349 મેચ રમી છે, જે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 132.95 રહ્યો છે. બીજી તરફ જો રોહિત શર્માની વાત કરીએ તો તે આ ફોર્મેટમાં 10470 રન સાથે ભારતીય બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર છે.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીના મામલે વિરાટ કોહલી હાલમાં ક્રિસ ગેલ (14562), શોએબ મલિક (11893) અને કિરોન પોલાર્ડ (11829) પછી ચોથા ક્રમે છે.

વિરાટ કોહલી 2,4002 રન સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં 7મા સ્થાને છે. જો કોહલી ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામેની આગામી સિરીઝમાં 207 રન બનાવવામાં સફળ થશે તો તે રાહુલ દ્રવિડનો રેકોર્ડ તોડીને 6 સ્થાને પહોંચી જશે. દ્રવિડના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 509 મેચમાં 24208 રન છે. બીજી તરફ સચિન તેંડુલકર 34357 રન સાથે ટોચ પર છે.

Exit mobile version