ક્રિકેટ.કોમ.ઓ દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે…
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આ દિવસોમાં વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર છે. આ ટૂર પર પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણી અને ત્રણ વન ડે આંતરરાષ્ટ્રીય મેચ રમાવાની છે. શ્રેણીની શરૂઆત 9 જુલાઇએ પ્રથમ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચથી થવાની છે. વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસ પર પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમે 6 જુલાઈએ ઇન્ટ્રા-સ્કવોડ મેચ રમી હતી, જેમાં એલેક્સ કેરે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર કેચ લીધો હતો.
તેનો વિડીયો ક્રિકેટ.કોમ.ઓ દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આ ઇન્ટ્રા-સ્કવોડ મેચમાં મિશેલ માર્શ, ડેન ક્રિશ્ચિયન અને એશ્ટન અગરે બેટ સાથે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઇન્ટ્રા સ્કવોડ મેચ સેન્ટ લુસિયામાં રમાઇ હતી.
આ વર્ષના અંતે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) માં ટી-20 વર્લ્ડ કપ રમવાનો છે, તેથી તમામ ટીમો તેની તૈયારી કરી રહી છે. આ પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાના કેટલાક દિગ્ગજ ક્રિકેટરો આવ્યા નથી. ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ જેવા મોટા ખેલાડીઓ આ શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝ આવ્યા નથી.
Very solid catch from outfielder* Alex Carey #WIvAUS pic.twitter.com/qomLykFhA4
— cricket.com.au (@cricketcomau) July 6, 2021
ટી-20 શ્રેણી:
9 જુલાઈ, 1 લી ટી 20 આઇ, સેન્ટ લ્યુસિયા
10 જુલાઈ, 2 જી ટી 20 આઇ, સેન્ટ લ્યુસિયા
12 જુલાઈ, 3 જી ટી 20 આઇ, સેન્ટ લ્યુસિયા
14 જુલાઈ, 4 થી ટી 20 આઇ, સેન્ટ લ્યુસિયા
જુલાઈ 16, 5 મી ટી 20 આઇ, સેન્ટ લ્યુસિયા