T-20

પાકિસ્તાન સામેની જીત સાથે હરમનપ્રીત કૌરે ધોનીનો આ મોટો રેકોર્ડ તોડ્યો

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને 38 બોલ બાકી રહેતા 8 વિકેટથી હરાવીને કોમનવેલ્થ ગેમ્સ 2022માં તેની પ્રથમ જીત નોંધાવી હતી. આ જીત ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર માટે ખાસ હતી, જેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીનો મોટો રેકોર્ડ તોડ્યો છે. એટલું જ નહીં, હરમનપ્રીત કૌર ભારતની સૌથી સફળ T20 ઈન્ટરનેશનલ કેપ્ટન પણ બની ગઈ છે. હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં ભારતીય મહિલા ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો 42મો વિજય નોંધાવ્યો હતો.

હરમનપ્રીત કૌરે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. 2007 T20 વર્લ્ડ કપ જીતનાર કેપ્ટન એમએસ ધોનીના નેતૃત્વમાં ભારતીય ટીમે 41 T20 આંતરરાષ્ટ્રીય મેચો જીતી હતી. આ યાદીમાં ત્રીજું સ્થાન ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું છે, જેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં 30 જીત નોંધાવી છે. તમને જણાવી દઈએ કે હરમનપ્રીત કૌરને 2018માં T20 ફોર્મેટની કેપ્ટન બનાવવામાં આવી હતી.

Exit mobile version