ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ રવાના થઈ ગઈ છે. કેપ્ટન Harmanpreet Kaurની આગેવાનીમાં ટીમ મુંબઈ એરપોર્ટ પરથી ઇંગ્લેન્ડ જવા નીકળી, જ્યાં ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરપૂર નજર આવ્યા હતા. આ ટૂર્નામેન્ટ 12 જૂનથી શરૂ થશે અને ભારત પોતાની ઝુંબેશની શરૂઆત 14 જૂને પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે એજબેસ્ટન મેદાનમાં કરશે.
આ વખતે મહિલા T20 વર્લ્ડ કપમાં કુલ 12 ટીમો ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સાથે સામેલ છે. જ્યારે ગ્રુપ Bમાં ઇંગ્લેન્ડ, શ્રીલંકા, વેસ્ટઇન્ડિઝ, ન્યૂઝીલેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ છે.
ઇંગ્લેન્ડની પરિસ્થિતિઓમાં ઝડપથી ઢળવા માટે ભારતીય ટીમ લગભગ ત્રણ અઠવાડિયા પહેલા જ પહોંચી રહી છે. વર્લ્ડ કપ પહેલા ભારત 28 મે, 30 મે અને 2 જૂને ઇંગ્લેન્ડ સામે ત્રણ T20 મેચોની સિરીઝ રમશે. ત્યારબાદ 8 જૂને વેસ્ટઇન્ડિઝ સામે અને 10 જૂને ઇંગ્લેન્ડ સામે વોર્મ-અપ મેચ રમાશે.
ગયા વર્ષે મહિલા વનડે વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતીય ટીમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે ટીમ પસંદગી દરમિયાન કહ્યું હતું કે હાલની ટીમમાં ચેમ્પિયન બનવાની સંપૂર્ણ ક્ષમતા છે અને ખેલાડીઓ કોઈ દબાણ વગર રમવા તૈયાર છે.
ભારતીય સ્ક્વાડમાં હરમનપ્રીત કૌર, Smriti Mandhana, Shafali Verma, જિમીમા રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ, યાસ્તિકા ભાટિયા, રેણુકા સિંહ, શ્રેયંકા પાટીલ અને રાધા યાદવ સહિત કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ભારતીય ટીમ આ વખતે ઇતિહાસમાં પ્રથમ મહિલા T20 વર્લ્ડ કપ ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.
The beginning of yet another special journey! 🔥🧿
Cheered by fans and well-wishers, #TeamIndia depart from Mumbai for the ICC Women’s #T20WorldCup! 👏
ICC Women’s #T20WorldCup 👉 Starts 12th June pic.twitter.com/by0PqjMnmg
— Star Sports (@StarSportsIndia) May 23, 2026

