T-20

આયર્લેન્ડ સામે ભારતની પ્લેઇંગ ઇલેવન

ભારતીય ક્રિકેટ ટીમ હવે આયર્લેન્ડ પ્રવાસ માટે તૈયાર છે, જ્યાં 26 જૂને બેલફાસ્ટ ખાતે બે મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. આ શ્રેણી ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે નવા T20 કેપ્ટન તરીકે Shreyas Iyerની આગેવાનીમાં ટીમ મેદાનમાં ઉતરશે. ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે પ્રથમ મુકાબલામાં ભારતની પ્લેઇંગ ઇલેવન કેવી હોઈ શકે.

ઓપનિંગની જવાબદારી વિસ્ફોટક બેટ્સમેન Abhishek Sharma અને યુવા સેન્સેશન Vaibhav Sooryavanshiને સોંપવામાં આવી શકે છે. વૈભવના સંભવિત આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ પર તમામની નજર રહેશે.

મિડલ ઓર્ડરમાં કેપ્ટન શ્રેયસ અય્યર ઉપરાંત Tilak Varma અને Sanju Samson મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સેમસન વિકેટકીપર તરીકે પણ ટીમને સંતુલન આપશે. ઓલરાઉન્ડ વિભાગમાં Shivam Dube, Nitish Kumar Reddy અને Washington Sundarને સ્થાન મળવાની શક્યતા છે.

બોલિંગ આક્રમણમાં સ્પિનર Ravi Bishnoi મુખ્ય હથિયાર બની શકે છે. ઝડપી બોલિંગમાં Arshdeep Singh, Harshit Rana અને Prince Yadavને તક મળવાની શક્યતા છે. બીજી તરફ ઇજાના કારણે Varun Chakravarthy શ્રેણીમાંથી બહાર હોવાથી ટીમે સ્પિન વિભાગમાં ફેરફાર કરવો પડી શકે છે.

ભારતની સંભવિત પ્લેઇંગ XI: અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા/પ્રિન્સ યાદવ.

ભારતીય ચાહકોને આશા રહેશે કે નવી કેપ્ટન્સીમાં ટીમ જીત સાથે શ્રેણીની શરૂઆત કરશે અને યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભાનો પરિચય આપશે.

Exit mobile version