હકીકતમાં રોહિત શર્મા આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો છે અને તેની ઈજા અંગે હજી શંકા છે…
ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની ઘોષણા કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમે અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ ફેબ્રુઆરીમાં રમી હતી. આ પછી, દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી શ્રેણીને કોરોના વાયરસના રોગચાળાને કારણે રદ કરવામાં આવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ કોઈ આંતરરાષ્ટ્રીય શ્રેણી રમી નથી. ત્યારે હવે ભારતીય ખેલાડીઓ યુએઈથી ઓસ્ટ્રેલિયા જશે.
જ્યારે કે એલ એલ રાહુલને ટી -20 અને વનડે શ્રેણીના ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પસંદગીકારોએ રોહિત શર્માને છોડી દીધો છે, હકીકતમાં રોહિત શર્મા આઈપીએલમાં ઈજાગ્રસ્ત થયો છે અને તેની ઈજા અંગે હજી શંકા છે.
ટી 20 ટીમમાં: વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ (ઉપ-કેપ્ટન), શ્રેયસ, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, દિપક ચહર, વરૂણ ચક્રવર્તી.
ટી 20 શ્રેણી:
પ્રથમ ટી 20 – 4 ડિસેમ્બર – મનુકા ઓવલ
બીજો ટી 20 – 6 ડિસેમ્બર – સિડની
ત્રીજો ટી 20 – 8 ડિસેમ્બર – સિડની