વર્લ્ડ કપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ઓસ્ટ્રેલિયા-ભારત શ્રેણી સાથે ટકરાઈ રહ્યો છે..
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઈન્ઝામમ-ઉલ-હકે કહ્યું કે ટી -20 વર્લ્ડ કપને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની દ્વિપક્ષીય શ્રેણી પહેલા અગ્રતા આપવી જોઈએ.
આ વર્ષનો ટી -20 વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર છે. જો કે, આ વર્ષે ટુર્નામેન્ટની સંભાવના કોરોનાવાયરસ રોગચાળાને લીધે અસ્પષ્ટ દેખાઈ રહી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પહેલેથી જ કહી ચૂક્યું છે કે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવાની સંભાવના અત્યંત ઓછી છે.
અહેવાલો અનુસાર, બીસીસીઆઈ આ વર્ષની આઇપીએલ હોસ્ટ કરવા, ટી -20 વર્લ્ડ કપ રદ થવાની રાહ જોઈ રહ્યું છે. જેથી આઇપીએલ કરવા માટે એ વિંડોનો ઉપયોગ કરી શકે. જો કે, ઇન્ઝમામ-ઉલ-હકનો મત છે કે આ વર્ષે ટી -20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ સુનિશ્ચિત કરવા સત્તાધીશોએ તમામ સંભવિત પગલા ભરવા જોઈએ.
ઈન્ઝામમ-ઉલ-હકે પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ ધ નેશનને કહ્યું કે, એવી અફવાઓ છે કે વર્લ્ડ કપ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ઓસ્ટ્રેલિયા-ભારત શ્રેણી સાથે ટકરાઈ રહ્યો છે, તેથી તે થશે નહીં.
તેમણે વધુમાં કહ્યું કે, આઇસીસી, એશિયન ક્રિકેટ કાઉન્સિલ અને તમામ ક્રિકેટ બોર્ડ્સે સાથે બેસીને એક મજબુત સંદેશ આપવો જોઈએ કે ટી 20 વર્લ્ડ કપ કોઈ પણ પ્રકારની ખાનગી લીગ કરતા મહત્વનો છે.
“ભારતીય બોર્ડ સશક્ત છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) પર તેનું નિયંત્રણ છે. જો ઓસ્ટ્રેલિયા કહે છે કે કોવિડ-19 રોગચાળાને લીધે અમે વર્લ્ડ કપ નહીં લઈ શકીએ, તો તેમનું વલણ સરળતાથી સ્વીકારવામાં આવશે. પરંતુ જો તે જ સમયે, જો આવી કોઈ ઘટના બને છે, તો પ્રશ્નો ઉભા થશે. “આઈસીસીને ખાનગી લીગને પ્રાધાન્ય આપવાની મંજૂરી આપવી જોઈએ નહીં.”