શાનદાર ફોર્મમાં ચાલી રહેલ ભારતીય ઓપનર બેટ્સમેન ઈશાન કિશન આયર્લેન્ડ સામેની બીજી T20 મેચમાં સારા સ્કોરથી ચુકી ગયો હતો.
આ મેચમાં તે લયમાં દેખાતો નહોતો અને 5 બોલનો સામનો કરીને માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, પરંતુ આ ત્રણ રનના આધારે તેણે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે તેમજ રોહિત શર્માને પાછળ રાખીને એક શાનદાર રેકોર્ડ બનાવ્યો હતો.
ઈશાન કિશને ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઓપનર તરીકે પોતાના 500 રન પૂરા કર્યા. તેણે ઓપનર બેટ્સમેન તરીકે 15 ઇનિંગ્સમાં તેના 500 રન પૂરા કર્યા અને રોહિત શર્માને પાછળ છોડી દીધો. રોહિત શર્માએ ભારતીય ઓપનર બેટ્સમેન તરીકે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 16 ઈનિંગ્સમાં 500 રન પૂરા કર્યા હતા, પરંતુ હવે ઈશાન કિશને રોહિતને ત્રીજા નંબર પર ધકેલી દીધો છે. KL રાહુલે ભારત તરફથી T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સ (13)માં ઓપનર તરીકે 500 રન બનાવ્યા અને તે નંબર વન પર છે.
T20Iમાં ઓપનર તરીકે સૌથી ઝડપી 500 રન બનાવનાર ભારતીય બેટ્સમેન-
13 ઇનિંગ્સ – કેએલ રાહુલ
15 ઇનિંગ્સ – ઇશાન કિશન
16 ઇનિંગ્સ – રોહિત શર્મા
આ મેચમાં ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 225 રન બનાવ્યા અને તે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનો બીજો સૌથી મોટો સ્કોર સાબિત થયો. ભારત તરફથી આ મેચમાં દીપક હુડ્ડાએ 104 રન બનાવ્યા હતા જ્યારે સંજુ સેમસને 77 રન બનાવ્યા હતા.