હાલમાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપ 2022માં ન્યુઝીલેન્ડ સામેની મહત્વની મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કેપ્ટનશીપની ઈનિંગ્સ રમીને ટીમને મજબૂત સ્કોર સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જોસ બટલરે 73 રનની શાનદાર ઇનિંગ રમી અને આ સાથે તે ટી20 ઇન્ટરનેશનલમાં ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો. આ પહેલા આ રેકોર્ડ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન ઈયોન મોર્ગનના નામે હતો.
Jos Buttler becomes England's most prolific run-getter in Men's T20Is 🌟#ENGvNZ #T20WorldCup pic.twitter.com/JyIHOrRN5y
— ICC (@ICC) November 1, 2022
જોસ બટલરે ઈંગ્લેન્ડ તરફથી રમતી વખતે 92 ઈનિંગ્સમાં 143.90ના સ્ટ્રાઈક રેટથી 2468 રન બનાવ્યા છે અને હવે તે ઈંગ્લેન્ડ માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ભૂતપૂર્વ બેટ્સમેન ઈયોન મોર્ગન આ યાદીમાં બીજા નંબરે છે, તેણે 107 ઈનિંગ્સમાં 136.61ના સ્ટ્રાઈક રેટથી 2458 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા નંબર પર એલેક્સ હેલ્સ છે, જે ઈંગ્લેન્ડ માટે લાંબા સમય બાદ પરત ફર્યો છે. તેણે 72 ઇનિંગ્સમાં 1940 રન બનાવ્યા છે.