મેચ 18-18 ઓવરમાં વહેંચાયેલા બે ભાગમાં મેચ રમાશે. તમામ ટીમો 12 ઓવરમાં બેટિંગ કરશે…
કોરોના વાયરસ નો કહેર સમગ્ર વિશ્વમાં ચાલુ છે. જેના કારણે ઘણા દેશોમાં લાંબા સમયથી ક્રિકેટની રમત બંધ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ બાદ હવે દક્ષિણ આફ્રિકાની ટીમે પણ એક પ્રદર્શન મેચ રમવાનો નિર્ણય લીધો છે. જેમાં કાગિસો રબાડા અને ક્રિસ મોરિસ હવે ભાગ લેતા જોવા મળશે નહીં. બોર્ડે આ મેચને 3 ટીસી સોલિડેરિટી કપ નામ આપ્યું છે.
દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડે કોરોના વચ્ચે ક્રિકેટ પરત કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે. તેઓએ તેમના ખેલાડીઓને 3 ટીમોમાં વહેંચીને મેચ રમવાનું નક્કી કર્યું છે. જેને 3 ટીસી સોલિડેરિટી કપ નામ આપવામાં આવ્યું છે. આ મેચમાં ટીમનો કેપ્ટન કાગીસો રબાડા બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે તે આ મેચનો ભાગ બનવાનો નથી. તેની સાથે આ મેચમાં સિસંડા મગલા પણ નહીં રમે.
જાનવામાં આવ્યું હતું કે, પરિવારમાં એક સદસ્યનું મોત બાદ બંનેએ આ મેચમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે. તેના સિવાય ઓલરાઉન્ડર ક્રિસ મોરિસ પણ આ મેચમાં રમતા જોવા મળશે. આ ત્રણ ખેલાડીઓની જગ્યાએ થાંડો એન્ટની (કિંગફિશર્સ), બેન ફોર્ટિન (ઇગલ્સ) અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મખાયા એન્ટિનીના પુત્ર ગેરાલ્ડ કોએટજી (કિંગફિશર્સ) ટીમમાં સામેલ થયા છે.
કાગિસો રબાડાના સ્થાને કિંગફિશર ટીમના કેપ્ટન તરીકે હેનરિક ક્લાસેનની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે એબી ડી વિલિયર્સને ઇગલ્સનો કેપ્ટન અને ક્વિન્ટન ડી કોકને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ મેચ 18 જુલાઈએ રમાશે. જ્યાં મેચ 18-18 ઓવરમાં વહેંચાયેલા બે ભાગમાં મેચ રમાશે. તમામ ટીમો 12 ઓવરમાં બેટિંગ કરશે.
જેમાં અન્ય બંને ટીમો 6-6 ઓવર પછી બોલિંગ કરશે. આ રીતે મેચ રમાશે. આફ્રિકાના 24 મોટા ખેલાડીઓને આ કપમાં રમવાની તક આપવામાં આવી છે. આ સાથે, ક્રિકેટ લાંબા સમયથી આફ્રિકા પરત ફરશે. જે બાદ ખેલાડીઓ રમતા જોવા મળશે. દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ માટે આ મોટો નિર્ણય રહ્યો છે.