ભારત સાથે બુધવારથી શરૂ થવા જઈ રહેલી ત્રણ મેચની ટી-20 શ્રેણી પહેલા ન્યૂઝીલેન્ડની ટીમને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. કેપ્ટન કેન વિલિયમસન બાદ હવે ફાસ્ટ બોલર કાયલ જેમિસન પણ ટી20 સીરીઝમાંથી બહાર થઈ ગયો છે.
બંને ટીમો વચ્ચે આજે સાંજે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. જેમિસને ટેસ્ટ શ્રેણી માટે પોતાની જાતને ફ્રેશ કરવા માટે ટી-20I શ્રેણીમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે જેમીસનના ખસી જવાની માહિતી આપી છે. આ શ્રેણી બાદ ન્યૂઝીલેન્ડે ભારત સાથે બે મેચની ટેસ્ટ શ્રેણી પણ રમવાની છે.
સ્ટેડે એક નિવેદનમાં કહ્યું, “કેન વિલિયમસન અને કાયલ જેમિસન સાથે વાત કર્યા પછી, અમે નિર્ણય લીધો છે કે તેઓ ટી-20 શ્રેણીમાં નહીં રમે. તેઓ બંને ટેસ્ટ મેચો માટે તૈયારી કરશે અને મને લાગે છે કે તમે જોશો કે ટેસ્ટ ટીમના કેટલાક અન્ય ખેલાડીઓ પણ આખી શ્રેણી માટે નહીં રમે. પાંચ દિવસમાં ત્રણ ટી-20 મેચો યોજીને ત્રણ અલગ-અલગ શહેરોમાં પ્રવાસ કરીને સંતુલન જાળવવાનો આ સમય છે. તે ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ છે. જેમીસન પહેલા કેપ્ટન કેન વિલિયમસને પણ ટી20 સીરીઝમાંથી ખસી ગયો હતો અને કહ્યું હતું કે તેણે ટેસ્ટ સીરીઝ માટે પોતાને ફ્રેશ કરવા માટે ટી20 સીરીઝમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ 25 નવેમ્બરથી કાનપુરમાં અને બીજી ટેસ્ટ 3 ડિસેમ્બરથી મુંબઈમાં રમાશે. આ ટેસ્ટ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ચેમ્પિયન છે. કિવિઓએ આ વર્ષે જુલાઈમાં ઈંગ્લેન્ડના સાઉથમ્પટનમાં ભારતને આઠ વિકેટે હરાવીને પ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી હતી.
Coach Gary Stead with an update from Jaipur on the T20 and Test Squads ahead of the first match on the G.J. Gardner Homes Tour of India. #INDvNZ pic.twitter.com/8kALjfHro2
— BLACKCAPS (@BLACKCAPS) November 17, 2021

