ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ 2022માં પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારતે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું. રોમાંચક મેચમાં ભારતને છેલ્લા બોલે જીત મળી હતી.
160 રનનો પીછો કરતા ભારતની શરૂઆત ખરાબ રહી, જે બાદ ‘ચેઝ માસ્ટર’ વિરાટ કોહલીએ પોતાની જ્યોત પ્રગટાવી. તેણે 53 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 82 રનની ઇનિંગ રમી હતી. કોહલીએ હાર્દિક પંડ્યા (40) સાથે પાંચમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી, જે નિર્ણાયક હતી.
મેલબોર્ન પર વિજય મેળવીને ભારતે ટી-20 વર્લ્ડ કપ 2021માં મળેલી હારનો હિસાબ તો સાફ કર્યો જ પરંતુ દેશને દિવાળીની ભેટ પણ આપી. ભારતીય ટીમને જીત માટે અભિનંદન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા છે. પીએમને કોહલીની ઐતિહાસિક ઇનિંગ પસંદ આવી છે, જેનો તેમણે ખાસ ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાને ટ્વિટર પર લખ્યું કે ભારતીય ટીમે શાનદાર જીત નોંધાવી! શાનદાર પ્રદર્શન માટે ટીમને અભિનંદન. કોહલીએ શાનદાર ઇનિંગ રમી હતી અને તેણે નોંધપાત્ર મક્કમતા દર્શાવી હતી. આવનારી મેચો માટે શુભેચ્છાઓ.
The India team bags a well fought victory! Congratulations for an outstanding performance today. A special mention to @imVkohli for a spectacular innings in which he demonstrated remarkable tenacity. Best wishes for the games ahead.
— Narendra Modi (@narendramodi) October 23, 2022
કોહલીએ તેની મજબૂત ઇનિંગ્સ દરમિયાન એક મહાન સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ICC ઈવેન્ટ્સમાં 50+ રન બનાવવાની બાબતમાં મહાન બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા. જ્યારે સચિને તેની કારકિર્દીમાં આવી 23 ઇનિંગ્સ રમી હતી, તો કોહલી એક ડગલું આગળ વધી ગયો છે. કોહલીએ 24 વખત ICC ઈવેન્ટ્સમાં 50 કે તેથી વધુ રન બનાવ્યા છે. નોંધનીય છે કે કોહલીએ મેલબોર્નમાં રમાયેલી ઈનિંગ્સને સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ ગણાવી હતી. તેણે કહ્યું કે આ લાગણીને વર્ણવવા માટે તેની પાસે શબ્દોનો અભાવ છે.