દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોકે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી T20 મેચમાં બેટિંગ કરતા માત્ર 43 બોલમાં સદી ફટકારી હતી. અગાઉ, તેણે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી, જેની સાથે તે દક્ષિણ આફ્રિકા માટે સૌથી ઝડપી અર્ધસદી ફટકારનાર બેટ્સમેન બન્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા જે. ચાર્લ્સની તોફાની સદીની ઈનિંગને કારણે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 258 રન બનાવ્યા હતા, જે T20 ઈન્ટરનેશનલમાં વેસ્ટ ઈન્ડિઝનો સૌથી મોટો સ્કોર છે.
દક્ષિણ આફ્રિકાના ઓપનર ક્વિન્ટન ડી કોક અને રીઝા હેન્ડ્રિક્સે વેસ્ટ ઈન્ડિઝ દ્વારા સેટ કરેલા 259 રનના લક્ષ્યાંકનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી. ઝડપી બેટિંગ કરતા ડિકોકે માત્ર 15 બોલમાં અડધી સદી ફટકારી છે. આ સાથે, તે T20 ઇન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પાંચમો અને દક્ષિણ આફ્રિકા માટે આવું કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો.
🚨 RESULT | SOUTH AFRICA WIN BY 6 WICKETS
Records were broken as Quinton de Kock's maiden T20I century set the #Proteas on their way to chasing down a mammoth 259-run target – with 7 balls remaining – to level the KFC T20I series#SAvWI #BePartOfIt pic.twitter.com/XMJnBL6p5r
— Proteas Men (@ProteasMenCSA) March 26, 2023
ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. તેણે 2007માં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ફિફ્ટી બનાવી હતી. બીજા નંબર પર મિર્ઝા અહસાનનું નામ છે, જેણે 13 બોલમાં આ કર્યું.
સૌથી ઝડપી T20I ફિફ્ટી (સૌથી ઓછા બોલમાં):
12 – યુવરાજ સિંહ, ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ, ડરબન, 2007
13 – મિર્ઝા અહસાન, ઑસ્ટ્રિયા વિરુદ્ધ લક્ઝમબર્ગ, ઇલ્ફોવ કાઉન્ટી, 2019
14 – કોલિન મુનરો, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રીલંકા, ઓકલેન્ડ, 2016
14 – રમેશ સતિસન, રોમાનિયા વિ સર્બિયા, સોફિયા, 2021
15 – ક્વિન્ટન ડી કોક, દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ, સેન્ચુરિયન, આજે
15 – ફૈઝલ ખાન, સાઉદી અરેબિયા વિરુદ્ધ કુવૈત, અલ અમરત, 2019