T-20

રવિ શાસ્ત્રીએ રોહિત અને મેનેજમેન્ટને આપી સલાહ, કહ્યું- આવી ભૂલ ન કરો

ભૂતપૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને તી મેનેજમેન્ટને સલાહ આપી છે. જણાવી દઈએકે સૂર્યકુમાર યાદવે વેસ્ટ ઈન્ડિઝ સામેની પાંચ મેચોની શ્રેણીની પ્રથમ બે T20 ઈન્ટરનેશનલ મેચમાં રોહિત સાથે ઈનિંગની શરૂઆત કરી હતી.

પ્રથમ મેચમાં સૂર્યાએ 16 બોલમાં 24 રન બનાવ્યા હતા, જ્યારે બીજી મેચમાં તે 6 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. જો કે સૂર્યા ટોપ ઓર્ડર બેટ્સમેન છે અને ત્રીજા કે ચોથા નંબર પર રમે છે, પરંતુ કેએલ રાહુલની ગેરહાજરીમાં તે ઇનિંગ્સની શરૂઆત કરી રહ્યો છે.

ફેન કોડ પર બીજી મેચની શરૂઆત પહેલા શાસ્ત્રીએ કહ્યું, જો ભારત વર્લ્ડ કપમાં મિડલ ઓડર મજબુત કરવા માંગતા હોઈ તો સૂર્યકુમારને પોતાની સ્થાન પર જ બેટિંગ કરવા મોકલવો જોઈએ. જોકે તેના માટે વિરાટ કોહલી પછી એટલે કે નંબર 4 પેર મોકલવો જોઈએ. અને રાહુલની ગેરહાજરીમાં ઈનિંગની શરૂઆત માટે કોઈ બીજા વિકલ્પો શોધવા જોઈએ.

આ ઉપરાંત, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર શ્રીકાંતે પણ કહ્યું, ‘સૂર્યકુમાર યાદવ T20 વર્લ્ડ કપ 2022માં નંબર 4 પર બેટિંગ કરવા માટે શ્રેષ્ઠ ખેલાડી છે.

Exit mobile version