T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. આ મેચ 27 જૂને ભારતીય સમય અનુસાર સવારે 6:00 વાગ્યે શરૂ થશે.
આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાવાની છે. અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંને ટીમો આ મેચ જીતવાનો પ્રયાસ કરશે. T-20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત અફઘાનિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પહોંચી છે.
અફઘાનિસ્તાનની ટીમે બધાને ચોંકાવી દીધા છે અને સેમી ફાઇનલમાં પહોંચી છે. અફઘાનિસ્તાને ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડને એકતરફી રીતે હરાવ્યું હતું. આ પછી અફઘાનિસ્તાને સુપર 8માં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવી હતી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાન દક્ષિણ આફ્રિકા સામે પણ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે.
એક્યુવેધરના રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં વરસાદની સંભાવના છે. મેચના દિવસે 41% સુધી વરસાદની અપેક્ષા છે. જો કે મેચ દરમિયાન વરસાદની કોઈ આગાહી નથી. ICC એ T-20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ માટે રિઝર્વ ડે જાહેર કર્યો છે. આવી સ્થિતિમાં, જો અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દરમિયાન વરસાદ પડે છે, તો મેચ રિઝર્વ ડે પર રમાશે.
પિચમાંથી કોની મદદ મળશે?
ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમની પિચની વાત કરીએ તો અહીં બોલરોને ફાયદો થયો છે. બ્રાયન લારા સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટમાં બેટ્સમેન રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. આવી સ્થિતિમાં આ મેચમાં બોલરોનો દબદબો જોવા મળી શકે છે.