T-20

શ્રીલંકા સામે હારની જવાબદારી શાદાબ ખાને લીધી, કહ્યું- કાશ કેચ પકડી લીધા હોત

પાકિસ્તાનના વાઈસ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાદાબ ખાને એશિયા કપ 2022ની ફાઈનલમાં શ્રીલંકા સામેની હારની જવાબદારી લેતા દેશની માફી માંગી છે. શાદાબે સોમવારે ટ્વીટ કર્યું, ‘કેચ જ મેચ હિતાડે, હું આ હારની જવાબદારી લઉં છું. મેં મારી ટીમને નિરાશ કરી.

નોંધનીય છે કે રવિવારે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. શાદાબે, 45 બોલમાં 71 રન બનવાનાર શ્રીલંકાની જીતના હીરો બનેલા ભાનુકા રાજપક્ષ પાસેથી મેચની પ્રથમ ઇનિંગમાં બે કેચ છોડ્યા હતા. જોકે, પાકિસ્તાનને ટુર્નામેન્ટમાં નસીમ શાહના રૂપમાં શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંનો એક મળ્યો, જ્યારે હરિસ રઉફ અને મોહમ્મદ નવાઝે પણ ટીમ માટે નોંધપાત્ર દેખાવ કર્યો.

ટૂર્નામેન્ટના સકારાત્મક પાસાઓ વિશે વાત કરતાં શાદાબે કહ્યું, “નસીમ શાહ, હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ અને સમગ્ર પાકિસ્તાનની બોલિંગે સારું પ્રદર્શન કર્યું. મોહમ્મદ રિઝવાને પણ જોરદાર લડત આપી હતી.” આખી ટીમે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. રાજપક્ષેની નિર્ણાયક ઇનિંગના કારણે શ્રીલંકાએ પાકિસ્તાનને 20 ઓવરમાં 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં બાબર આઝમની ટીમ 147 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને 55(49) જ્યારે ઈફ્તિખાર અહેમદે 32(31) રન બનાવ્યા હતા.

Exit mobile version