
યુએઈમાં યોજાનારા આ ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમ મુખ્ય દાવેદાર હોવાનું કહેવાય છે. વિશ્વની બાકીની ક્રિકેટ ટીમોના ખેલાડીઓની તુલનામાં, ભારતના લગભગ તમામ ખેલાડીઓએ IPLમાં ભાગ લીધો હતો, આ કારણથી ભારતનો દાવો મજબૂત છે. જે માત્ર ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડી જ નહીં પરંતુ હાલમાં વિપક્ષી ટીમના ખેલાડીઓ પણ માંને છે.
ટી-20 વર્લ્ડકપમાં ભારતે વોર્મઅપ મેચમાં પણ બતાવ્યું હતું કે તેઓ અત્યારે કેવા ફોર્મમાં છે. ભારતે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની બે મજબૂત ટીમોને વોર્મ અપ મેચોમાં સરળતાથી હરાવી હતી. વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમને ફેવરિટ માનવામાં આવી રહી છે. જેમાં હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને વર્તમાન અનુભવી બેટ્સમેન સ્ટીવન સ્મિથે પણ સ્વીકાર્યું છે. સ્મિથે ભારતને ફેવરિટ બનવાનું કારણ આઇપીએલ ગણાવ્યું હતું.
સ્મિથે મેચ બાદ કહ્યું કે, ‘ભારતની ટીમ ઘણી સારી છે. તેમની પાસે તમામ બેઝ કવર છે અને ટીમ પાસે ઉત્તમ મેચ વિનર છે. તેની ટીમના તમામ ખેલાડીઓ સમાન પરિસ્થિતિમાં IPLમાં રમી રહ્યા હતા. તેથી હવે તે પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ છે.
ભારતીય ટીમે વર્લ્ડકપ પહેલાની પ્રેક્ટિસ મેચમાં બુધવારે ઓસ્ટ્રેલિયાને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 152 રન બનાવ્યા હતા, પરંતુ ભારતે 17.5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પરંતુ સ્મિથ ફોર્મમાં જોવા મળ્યો હતો.
