ટી20 ક્રિકેટના કિંગ સૂર્યકુમાર યાદવે બુધવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક મેચમાં શુભમન ગિલની જગ્યાએ રાહુલ ત્રિપાઠીને ગેમ ચેન્જર ગણાવ્યો છે. ગિલે ભલે આ મેચમાં સદી ફટકારી હોય, પરંતુ શરૂઆતમાં જ્યારે ઈશાન કિશનની વિકેટ પડી ત્યારે તેનું દબાણ રાહુલ ત્રિપાઠીએ 44 રનની ઝડપી ઈનિંગ રમીને દૂર કર્યું હતું.
રાહુલે આ રન માત્ર 22 બોલમાં 4 ચોગ્ગા અને ત્રણ આકાશી છગ્ગાની મદદથી બનાવ્યા હતા. મેચ બાદ સૂર્યાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર રાહુલ ત્રિપાઠી સાથેની એક તસવીર શેર કરી અને તેને ગેમ ચેન્જર ગણાવ્યો. તેની આ ઈન્સ્ટા સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે.
સૂર્યાએ બીજી સ્ટોરીમાં શુભમન ગિલ સાથેની એક તસવીર પણ શેર કરી છે જેમાં તેણે સ્પેશિયલ એડિશન લખી છે. તમને જણાવી દઈએ કે, ગિલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈપણ ભારતીય બેટ્સમેન દ્વારા રમાયેલી આ સૌથી વધુ ઈનિંગ્સ છે.
મેચની વાત કરીએ તો આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શુભમન ગિલની અણનમ સદીની મદદથી ટીમ ઈન્ડિયાએ બોર્ડ પર 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ દરમિયાન ગિલે 126 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગિલ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 રનની તોફાની ઇનિંગ રમી હતી.
235 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ 66 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ દરમિયાન હાર્દિક પંડ્યાને 4 જ્યારે અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 સફળતા મળી હતી.
View this post on Instagram