હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે બુધવારે અમદાવાદમાં રમાયેલી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને 168 રનના માર્જીનથી હરાવ્યું હતું અને શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શુભમન ગીલની અણનમ 126* અણનમ સદીની ઇનિંગની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. આ પછી બોલરોએ તબાહી મચાવી હતી અને કિવી ટીમને 12.1 ઓવરમાં માત્ર 66 રનમાં જ ભેગી કરી દીધી હતી.
ભારતીય ટીમની આ જીત આંતરરાષ્ટ્રીય T20માં રનના આધારે સૌથી મોટી જીત છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમે વર્ષ 2018માં આયર્લેન્ડ સામે 143 રનના માર્જિનથી જીતનો રેકોર્ડ તોડ્યો હતો. ભારત તરફથી કેપ્ટન હાર્દિક પંડ્યાએ સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે જ અર્શદીપ સિંહ, ઉમરાન મલિક અને શિવમ માવીએ 2-2 વિકેટ પોતાના નામે કરી હતી.ભારતીય ટીમે વર્ષ 2018માં આયર્લેન્ડને તેના જ ઘરમાં 143 રનના માર્જિનથી હરાવ્યું હતું. આવી સ્થિતિમાં અમદાવાદમાં મળેલી જીત ભારતીય ટીમની ઘરઆંગણે સૌથી મોટી T20 જીત છે.
એશિયામાં સૌથી મોટી જીત:
ભારતીય ટીમની 168 રનની જીત એશિયામાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય જીત પણ છે. આ પહેલા એશિયામાં સૌથી મોટી જીતનો રેકોર્ડ પાકિસ્તાનના નામે નોંધાયેલો હતો. શારજાહમાં ગયા વર્ષે એશિયા કપ દરમિયાન રમાયેલી મેચમાં પાકિસ્તાને તેમને 155 રનના માર્જિનથી હરાવ્યું હતું.
ટેસ્ટ રમતા દેશની બીજી સૌથી મોટી T20 જીત:
ટીમ ઈન્ડિયાની જીત T20 ઈન્ટરનેશનલમાં ટેસ્ટ રમી રહેલા દેશની બીજી સૌથી મોટી જીત છે. ભારત સામે શ્રીલંકાની સૌથી મોટી જીત 2007માં જોહાનિસબર્ગમાં કેન્યા સામે મળી હતી.