T-20

સૂર્યકુમાર યાદવ સામે યુગાન્ડા

ભારતીય T20 ટીમના કેપ્ટન Suryakumar Yadav ફરી એકવાર ક્રિકેટ મેદાનમાં ધમાલ મચાવવા તૈયાર છે. IPL 2026 પૂર્ણ થયા બાદ હવે સૂર્યકુમાર યાદવ મુંબઈમાં યોજાનારી ખાસ T20 મેચમાં યુગાન્ડાની રાષ્ટ્રીય ટીમ સામે રમતા જોવા મળી શકે છે. આ મુકાબલો 30 મેના રોજ મુંબઈના BKC સ્થિત MCA ગ્રાઉન્ડ પર રમાવાનો છે.

સૂર્યકુમાર યાદવ ટ્રાયમ્ફ નાઈટ્સ મુંબઈ નોર્થ ઈસ્ટ ટીમ તરફથી રમશે, જે આગામી T20 મુંબઈ લીગમાં પણ ભાગ લેવા જઈ રહી છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના સચિવ ઉન્મેષ ખાનવિલકરે જણાવ્યું કે સૂર્યકુમાર ટીમનો ભાગ છે અને તેની રમવાની પૂરી શક્યતા છે. તેણે કહ્યું કે ભારતીય કેપ્ટન જેવી મોટી વ્યક્તિ મેદાનમાં હોય તો તે વિરોધી ટીમ માટે પણ મોટો અનુભવ બને છે.

યુગાન્ડા ટીમ હાલમાં મુંબઈ પ્રવાસ પર છે, જ્યાં તે ચાર વનડે અને ચાર T20 મેચ રમવાની છે. ખાસ વાત એ છે કે આ તમામ T20 મેચો T20 મુંબઈ લીગની અલગ-અલગ ટીમો સામે રમાશે. આ પહેલ પાછળ ICC ચેરમેન Jay Shahની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ MCA પ્રમુખ અજિંક્ય નાઈકે જણાવ્યું.

IPL 2026માં અપેક્ષા મુજબ પ્રદર્શન ન કરી શકનાર સૂર્યકુમાર હવે સ્થાનિક ક્રિકેટ દ્વારા પોતાની લય પાછી મેળવવા માગે છે. ક્રિકેટ ફેન્સ માટે આ મુકાબલો ખાસ બનવાનો છે કારણ કે આંતરરાષ્ટ્રીય ટીમ સામે ભારતીય સ્ટાર બેટરનું રમવું યુવા ખેલાડીઓ માટે પણ મોટી પ્રેરણા સાબિત થશે.

Exit mobile version