રાશિદ ખાનની કપ્તાનીમાં અફઘાનિસ્તાનની ટીમે શનિવારે 8 જૂને ન્યૂઝીલેન્ડની ટીમને 75 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ટીમે ઈતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે અફઘાનિસ્તાને ન્યુઝીલેન્ડને હરાવ્યું છે.
ટીમની આ જીતમાં રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે જવાબદારી પોતાના ખભા પર લીધી અને સામેથી ટીમનું નેતૃત્વ કર્યું. આ મેચમાં શાનદાર બોલિંગ કરતા રાશિદે ન્યૂઝીલેન્ડ સામે તેના ચાર ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપ્યા અને 4 વિકેટ પણ લીધી. આ સાથે તેણે T20 વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો છે.
રાશિદ ખાનની શાનદાર બોલિંગના કારણે અફઘાનિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડને 84 રનના વિશાળ અંતરથી હરાવવામાં સફળ રહી હતી. આ દરમિયાન તેણે 4 વિકેટ ઝડપી હતી. આ સાથે રાશિદ ખાન T20 વર્લ્ડ કપમાં 4 વિકેટ લેનારો ત્રીજો કેપ્ટન બની ગયો છે. આ પહેલા માત્ર ન્યૂઝીલેન્ડના કેપ્ટન ડેનિયલ વેટોરી અને ઓમાનના કેપ્ટન જીશાન મકસૂદ જ આ સિદ્ધિ મેળવી શક્યા હતા.
આટલું જ નહીં, આ પ્રદર્શન સાથે રાશિદ ખાન T20 વર્લ્ડ કપની એક ઇનિંગમાં શ્રેષ્ઠ બોલિંગ કરનાર કેપ્ટન પણ બની ગયો છે. તેણે ડેનિયલ વેટોરીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ડેનિયલ વિટોરીએ 2007 T20 વર્લ્ડ કપમાં ભારત સામે 4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. જો કે 2021માં ઓમાનના કેપ્ટન જીશાન મકસૂદે આ રેકોર્ડની બરાબરી કરી હતી પરંતુ તે તોડી શક્યો ન હતો.
The best bowling figures by a captain at the men's T20 World Cup 🙌
Superb from Rashid Khan https://t.co/yKZj9O5CyI #NZvAFG #T20WorldCup pic.twitter.com/hxWtfgMvlv
— ESPNcricinfo (@ESPNcricinfo) June 8, 2024
