ભારતીય બેટ્સમેન શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ગુમાવવો પડ્યો હતો. આ પછી શ્રેયસ ઐય્યરે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. પ્રથમ વખત શ્રેયસ અય્યરે કોન્ટ્રાક્ટ વિવાદ અને T-20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર પોતાનું મૌન તોડ્યું હતું.
તેણે શુક્રવારે કહ્યું કે ગયા વર્ષના ODI વર્લ્ડ કપ પછી, વાતચીતના અભાવ અને કેટલાક નિર્ણયો તેની તરફેણમાં ન આવવાને કારણે, તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું નથી.
ગત વર્ષે ODI વર્લ્ડ કપમાં અય્યરે બે સદી અને પાંચ અડધી સદીની મદદથી 530 રન બનાવ્યા હતા અને તેની એવરેજ 66.25 હતી. ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે ત્રીજા સ્થાને હતો. ઐયર અને વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને સ્થાનિક ક્રિકેટ કરતાં આઈપીએલને પ્રાથમિકતા આપવાના કારણે બીસીસીઆઈના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.
અય્યરે પોતાની યુટ્યુબ ચેનલ પર જાહેર કરેલા વિડિયોમાં કહ્યું કે, મેં વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું અને તે પછી હું થોડા દિવસ આરામ કરવા માંગતો હતો, વાતચીતના અભાવે કેટલાક નિર્ણયો મારા પક્ષમાં નહોતા ગયા, પરંતુ અંતે બેટ મારા હાથમાં હતું અને તે મારા પર નિર્ભર છે કે હું કેવું પ્રદર્શન કરું છું.
તેણે કહ્યું, મેં નક્કી કર્યું કે રણજી ટ્રોફી અને આઈપીએલ જીતવું એ ભૂતકાળમાં જે બન્યું તેનો મજબૂત જવાબ હશે અને આભાર કે બધું મારી તરફેણમાં કામ કર્યું. અય્યરની કેપ્ટન્સીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ આ વર્ષે આઈપીએલની ચેમ્પિયન બની હતી, જે તેનું ત્રીજું ટાઈટલ છે.
🚨 Shreyas Iyer slammed BCCI on his YT Channel!!
Shreyas Iyer : " I had a terrific WC & I wanted to take a break after that and wanted to work on my body and build some strength around certain area, (after pause) & due to lack of communication there were some decisions didn't go… pic.twitter.com/WtZ1hmu438
— Rajiv (@Rajiv1841) June 7, 2024