રોહિત શર્માની કપ્તાનીમાં ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમવા માટે તૈયાર છે. ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની મેચ મહત્વની છે. પહેલી જ મેચમાં જીત નોંધાવીને ટીમ ઈન્ડિયા બે પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરશે.
રોહિત શર્મા પાસે ભારતનો સૌથી સફળ T20 કેપ્ટન બનવાની તક છે. તે આ મામલે મહેન્દ્ર સિંહ ધોનીને પાછળ છોડી દેવાની નજીક છે. ટી20 ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે.
રોહિત શર્માએ ભારત માટે 54 મેચમાંથી 41 ટી20 મેચ જીતી છે. આ મામલે તે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબર છે. રોહિત શર્માને ધોનીને પાછળ છોડવા માટે જીતની જરૂર છે. જો તે આયર્લેન્ડ સામે જીતશે તો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તે સૌથી વધુ T20 મેચ જીતનાર ભારતીય કેપ્ટન બનશે.
વિરાટ કોહલીએ કેપ્ટનશીપ છોડ્યા બાદ વર્ષ 2021માં રોહિત શર્માને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ પછી, ભારતીય ટીમ 2022 T20 વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચી હતી. આ વર્ષે રોહિત શર્માને આશા છે કે ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતીને 17 વર્ષનો દુષ્કાળ ખતમ કરશે.
સૌથી વધુ ટી20 મેચ જીતવાનો રેકોર્ડ બાબર આઝમના નામે છે. બાબર આઝમે 81 મેચ રમી છે અને 46 મેચ જીતી છે. તેના પછી યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબાનું નામ આવે છે. તેણે 44 મેચ જીતી છે. ઈયોન મોર્ગન 42 અને અફઘાનિસ્તાનના અસગર અફઘાને પણ 42 જીત મેળવી છે.