IPL બાદ ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024 રમવા જઈ રહી છે. T20 વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ રોહિત શર્માના હાથમાં રહેશે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાની નવી જર્સી IPL 2024 દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જે અવતારમાં ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ 2024માં જોવા મળવાની છે.
ભારતીય ક્રિકેટ ટીમની જર્સી મોટાભાગે વાદળી રંગની હોય છે પરંતુ IPL 2024 પછી યોજાનાર T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જર્સી બદલાઈ જશે. આ વખતે ટીમ ઈન્ડિયાની જર્સી નારંગી રંગની હશે અને આગળના ભાગમાં વાદળી રંગમાં Dream11 લખેલું હશે, જેના પછી ડ્રીમ11ની નીચે ઈન્ડિયા લખેલું છે. આ સાથે ભારતીય ટીમની નવી જર્સીમાં ગળાની નજીક ત્રિરંગાની પટ્ટી બનાવવામાં આવી છે. જેના કારણે આ વખતે ભારતીય ટીમની જર્સીમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે.
The New Indian T20I jersey is available on Adidas Store for 5999 rs. 🇮🇳 pic.twitter.com/qFqtq3CxVw
— Johns. (@CricCrazyJohns) May 7, 2024
ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડ કપ 2024માં પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ અને આયર્લેન્ડ ક્રિકેટ ટીમ વચ્ચે T20 વર્લ્ડ કપની મેચ 5 જૂને રમાવાની છે. આ પછી ભારતીય ટીમ 9 જૂને પાકિસ્તાન સામે મોટી મેચ રમવા જઈ રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા માટે ચાહકો ટી-20 વર્લ્ડ કપની રાહ જોઈ રહ્યા છે.
View this post on Instagram