ભારતીય બેટ્સમેન શુભમન ગિલ ન્યૂઝીલેન્ડ સામેના ટી20માં શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં છે. 23 વર્ષીય ક્રિકેટરે શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં ન્યુઝીલેન્ડ સામે 54 બોલમાં તેની પ્રથમ ટી20 સદી ફટકારી અને ટી20માં સદીના આંક સુધી પહોંચનાર 5મો ભારતીય બેટ્સમેન બન્યો.
તેણે અણનમ 126 રન બનાવ્યા અને ભારત 168 રનથી જીત્યું. જો કે આ ઇનિંગ સાથે ગિલની એક મહિલા ફેન વાયરલ થઇ રહી છે.
મહિલા ચાહકોમાં ફેમસ, સ્ટેડિયમમાં ટિન્ડર દ્વારા શુભમન ગિલ સાથે મેચ કરાવતી છોકરીનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ મહિલા મેચ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર હતી અને તેના એક પોસ્ટરમાં ટિન્ડર શુભમન સે મેચ કારા દો લખેલું હતું. જ્યારે કેમેરામેને યુવતીને કેદ કરી તો તે સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી.
ઈન્ટરનેટ યુઝર્સે ઓનલાઈન ડેટિંગ વેબસાઈટ પર યુવતીના પ્રપોઝનો જવાબ મીમ્સ અને જોક્સ સાથે આપ્યો હતો. આ વાયરલ તસવીરને ‘શિવાની’ નામના ટ્વિટર યુઝરે શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યું હતું કે, ‘દીદીનો મેળ કરાવો કોઈ.’
Didi ka match karado koi pic.twitter.com/wDF99VpEaz
— Shivani (@meme_ki_diwani) February 1, 2023
નોંધનીય છે કે ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર અને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે ગિલનું નામ અવારનવાર ચર્ચામાં આવે છે.