T20 ક્રિકેટની શરૂઆત થઈ ત્યારથી જ ક્રિકેટની રમતમાં ઘણો બદલાવ આવ્યો છે. T-20 ક્રિકેટ વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય છે. આ ફોર્મેટમાં બેટ્સમેનોનો દબદબો વધુ જોવા મળે છે. એવા ટોપ-5 ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
મોહમ્મદ નબી
મોહમ્મદ નબી એક અફઘાન ક્રિકેટર છે, જેણે લાંબા સમય સુધી પોતાની ટીમનું સુકાન પણ સંભાળ્યું હતું. મોહમ્મદ નબીએ 86 ટી20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેને 13 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
વિરાટ કોહલી:
વિરાટ કોહલી ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન છે. વિરાટ આ લિસ્ટમાં બીજા સ્થાને છે, જેણે અત્યાર સુધી 95 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન, તે 12 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતવામાં સફળ રહ્યો.
શાહિદ આફ્રિદી
પૂર્વ પાકિસ્તાની ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી આ યાદીમાં ત્રીજા સ્થાને છે, જેણે 99 ટી-20 મેચમાં 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
મોહમ્મદ હાફીઝ:
મોહમ્મદ હફીઝે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. હાફિઝે 119 ટી20 મેચમાં 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
રોહિત શર્મા:
હિટમેન રોહિત શર્મા આ યાદીમાં પાંચમા સ્થાને છે, જેણે 119 T20 મેચમાં 11 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.