ઇંગ્લેન્ડના ડાબા હાથના બેટ્સમેન જેકબ બેથેલે બુધવારે (7 જાન્યુઆરી) ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2025-26 એશિઝ શ્રેણીની પાંચમી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી. આ ઇનિંગ સાથે તેણે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
એ નોંધવું જોઇએ કે આ પહેલાં તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક પણ સદી ફટકારી ન હતી. તે ટેસ્ટ મેચમાં પોતાની પહેલી ફર્સ્ટ-ક્લાસ સદી ફટકારનાર ઇંગ્લેન્ડનો પાંચમો ખેલાડી બન્યો હતો. અગાઉ, આ યાદીમાં ફક્ત હેનરી વુડ, જેક રસેલ, સ્ટુઅર્ટ બ્રોડ અને ગુસ એટકિન્સનનો જ સમાવેશ થતો હતો.
ટેસ્ટ મેચમાં પ્રથમ ફર્સ્ટ ક્લાસ સદી ફટકારનાર ઇંગ્લેન્ડના ખેલાડીઓ:
હેનરી વુડ વિ. દક્ષિણ આફ્રિકા, કેપટાઉન, ૧૮૯૨
જેક રસેલ વિ. ઓસ્ટ્રેલિયા, ઓલ્ડ ટ્રેફોર્ડ, ૧૯૮૯
સ્ટુઅર્ટ બ્રોડ વિ. પાકિસ્તાન, લોર્ડ્સ, ૨૦૧૦
ગસ એટકિન્સન વિ. શ્રીલંકા, લોર્ડ્સ, ૨૦૨૪
જેકબ બેથેલ વિ. ઓસ્ટ્રેલિયા, સિડની, ૨૦૨૬
તે સિડનીમાં ટેસ્ટ સદી ફટકારનાર સૌથી યુવા ઇંગ્લેન્ડનો બેટ્સમેન પણ બન્યો. તેણે ૨૨ વર્ષ અને ૭૬ દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી. તેણે માઇક આથર્ટનને પાછળ છોડી દીધો, જેમણે ૨૨ વર્ષ અને ૨૮૭ દિવસની ઉંમરે સિડનીમાં સદી ફટકારી હતી.
Bethell – youngest to score a Test century for England at Sydney.
◉ 22y 076d: Jacob Bethell
◎ 22y 287d: Mike Atherton
◎ 22y 261d: Iftikhar Pataudi— The Cricket Panda (@TheCricketPanda) January 7, 2026
