બાંગ્લાદેશ અને શ્રીલંકા બીજી ટેસ્ટ મેચમાં આમને-સામને છે. બંને ચટ્ટોગ્રામના મેદાન પર ટકરાયા છે. રવિવારે મેચના બીજા દિવસે શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 531 રન પર સમાપ્ત થઈ ગઈ હતી.
શ્રીલંકાના કોઈપણ ખેલાડીએ સદી ફટકારી નથી. આવી સ્થિતિમાં શ્રીલંકાએ એક મોટો ઈતિહાસ રચ્યો છે. શ્રીલંકાએ સદી વિના સૌથી વધુ ટેસ્ટ ટીમનો સ્કોર બનાવવાની સિદ્ધિ મેળવી છે. શ્રીલંકાએ ભારતનો 48 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતે 1976માં ન્યુઝીલેન્ડ સામે 9/524 રન બનાવ્યા હતા.
શ્રીલંકાએ ટોસ જીતીને પસંદ કર્યું અને તેના છ ખેલાડીઓએ પચાસ પ્લસ રન બનાવ્યા. આ દરમિયાન ખેલાડીઓ નર્વસ નાઈન્ટીઝનો શિકાર બન્યા હતા. શ્રીલંકા તરફથી વિકેટકીપર બેટ્સમેન કુશલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 150 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 93 રનની ઇનિંગ રમી હતી. કામિન્દુ મેન્ડિસ 92 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. મુથ કરુણારત્નેએ 86 રન અને કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 70 રન ઉમેર્યા હતા. દિનેશ ચાંદીમલે 59 રન અને નિશાન મદુષ્કાએ 57 રનનું યોગદાન આપ્યું હતું.
સદી વિના ટેસ્ટનો સર્વોચ્ચ સ્કોર
531/10 – શ્રીલંકા વિ બાંગ્લાદેશ, 2024
524/9 – ભારત વિ ન્યુઝીલેન્ડ, 1976
520/7 – ઓસ્ટ્રેલિયા વિ વેસ્ટ ઈન્ડિઝ, 2009
517 – દક્ષિણ આફ્રિકા વિ ઓસ્ટ્રેલિયા, 1998
500/8 – પાકિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, 1981
નોંધનીય છે કે બાંગ્લાદેશે બીજા દિવસે સ્ટમ્પ સુધી પ્રથમ ઇનિંગમાં 15 ઓવરમાં એક વિકેટના નુકસાન પર 55 રન બનાવ્યા હતા.