ભારતીય ક્રિકેટ ટીમે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને 106 રનથી હરાવીને પાંચ મેચોની શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે. આ મેચ જીતવા માટે ઈંગ્લેન્ડને તેના બીજા દાવમાં 399 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ચોથા દિવસે મુલાકાતી ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ અને ભારતે મેચ જીતી લીધી.
જો કે, એક સમયે જ્યારે ઝેક ક્રોલી ક્રિઝ પર હતો ત્યારે ઈંગ્લેન્ડની જીતની આશા હતી, પરંતુ તે આઉટ થતાની સાથે જ મેન ઇન બ્લુએ મુલાકાતી ટીમ પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી.
ક્રાઉલી 73 રન બનાવીને આઉટ થયો હતો. જો કે, બેન સ્ટોક્સ તેમને LBW આપવાના ત્રીજા અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયા હતો અને DRS ટેક્નોલોજી પર પણ સવાલો ઉઠાવ્યા હતા. મેચ બાદ મીડિયા સાથે વાત કરતા ઈંગ્લેન્ડના કેપ્ટને કહ્યું કે, નોંધનીય છે કે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગની 42મી ઓવર કુલદીપ યાદવે ફેંકી હતી. ઓવરનો છેલ્લો બોલ ક્રોલીના પેડ પર વાગ્યો અને તમામ ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી, પરંતુ મેદાન પરના અમ્પાયરે ઈંગ્લિશ બેટ્સમેનને નોટઆઉટ જાહેર કર્યો.
આ પછી રોહિત શર્માએ ડીઆરએસ લીધું અને જ્યારે ત્રીજા અમ્પાયરે બોલ ટ્રેકિંગ જોયો તો ત્રણેય લાઇન લાલ થઈ ગઈ હતી અને બોલ લેગ સ્ટમ્પને અથડાતો હતો. મોટા સ્ક્રીન પર આ બધું દેખાતાની સાથે જ તમામ ભારતીય ખેલાડીઓ ખુશ થઈ ગયા અને મેદાન પરના અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો અને ક્રાઉલીને આઉટ કરવો પડ્યો.
Ben Stokes said "Technology got it wrong on this occasion". [PTI/Press – About Crawley's LBW decision] pic.twitter.com/d0jsmjQpDq
— Johns. (@CricCrazyJohns) February 5, 2024