ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાલી રહી છે અને આ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ એક મજબૂત પકડ બનાવી રાખી છે જેના પરિણામે ત્રીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ચાર વિકેટના નુકસાને 296 રનની લીડ મેળવી લીધી છે. ત્યારે લંડનના આ ઓવલ મેદાનનો અમે એક એવો ઇતિહાસ તમારા માટે લાવ્યા છે જે જાણીને તમે પણ સમજશો કે ભારતની હાર તો નક્કી જ છે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 296 રનની લીડ હાંસલ કરી લીધી છે ત્યારે આ મેદાનની વાત કરીએ તો અત્યાર સુધીમાં સૌથી સર્વાધિક સ્કોર ચોથી ઇનિંગમાં જો લક્ષ્ય મેળવવામાં આવ્યો હોય તો તે માત્ર 263 રન જ છે. અને આ 263 રોનનો લક્ષ્ય 1992 માં હાંસલ થયો હતો એટલે કે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભારતને જો આજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ હાંસલ કરવી છે તો તેને એક ઇતિહાસ રચવો પડશે અને ઓસ્ટ્રેલિયા જેટલો પણ ટાર્ગેટ આપે તેને બાકી રહેલા દિવસોમાં મેળવવો પડશે.