ઓસ્ટ્રેલિયન સ્પિનર નાથન લિયોને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચી દીધો હતો.
લિયોને 34 રનના કુલ સ્કોર પર ઈમામ ઉલ હકને આઉટ કરીને પાકિસ્તાનને પહેલો ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શાનદાર અડધી સદી ફટકારનાર કેપ્ટન શાન મસૂદને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ સાથે તેણે કેટલાક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યા.
Most Test wickets for Australia against Pakistan :-
90 – Shane Warne
80 – Glenn McGrath
71 – Dennis Lillee
51 – Nathan Lyon
47 – Mitchell StarcLyon now has 50+ wickets against Pakistan in Test cricket.#AUSvPAK #BoxingDayTest
— Rhitankar Bandyopadhyay (@rhitankar8616) December 27, 2023
લિયોને આ ફોર્મેટમાં પાકિસ્તાન સામે 50 વિકેટ પૂરી કરી છે. તે પાકિસ્તાન સામેની ટેસ્ટમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો ચોથો ઓસ્ટ્રેલિયન બોલર બની ગયો છે. તેમના પહેલા શેન વોર્ન, ગ્લેન મેકગ્રા અને ડેનિસ લિલી આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
Australians to take 50+ Test wickets against most different oppositions :-
6 – Glenn McGrath
6 – Shane Warne
5* – NATHAN LYON (newest : vs PAK)
4 – Brett Lee
3 – Richie Benaud
3 – Dennis Lillee
3 – Mitchell Johnson#AUSvPAK #BoxingDayTest— Rhitankar Bandyopadhyay (@rhitankar8616) December 27, 2023
મોટાભાગના દેશો સામે 50 કે તેથી વધુ વિકેટ ઝડપનાર ઓસ્ટ્રેલિયન બોલરોની યાદીમાં લિયોને બ્રેટ લીને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાન પાંચમી ટીમ છે જેની સામે લિયોને 50 ટેસ્ટ ક્રિકેટ રમી છે. આ યાદીમાં વોર્ન અને મેકગ્રા સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે. બંનેએ પોતાની કારકિર્દીમાં 6 ટીમો સામે 50 કે તેથી વધુ વિકેટ લીધી હતી.
સ્પિનર તરીકે સૌથી વધુ ટીમો સામે 50 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા ખેલાડીઓની યાદીમાં લિયોન ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેણે બિશન સિંહ બેદી (4) અને હરભજન સિંહ (4)નો રેકોર્ડ તોડ્યો છે. મુથૈયા મુરલીધરને સૌથી વધુ 9 દેશો સામે આ કારનામું કર્યું છે.
Spinners to take 50+ Test wickets against most different oppositions :-
9 – Muthiah Muralitharan 🇱🇰
7 – Anil Kumble 🇮🇳
6 – Ravichandran Ashwin 🇮🇳
6 – Shane Warne 🇦🇺
5* – NATHAN LYON 🇦🇺 (newest : vs PAK)
4 – Bishan Singh Bedi 🇮🇳
4 – Harbhajan Singh 🇮🇳#AUSvPAK #BoxingDayTest— Rhitankar Bandyopadhyay (@rhitankar8616) December 27, 2023