TEST SERIES

રહાણે નહીં પણ ‘રાહુલ’ ને મળી આફ્રિકા સામે ટેસ્ટમાં વાઇસ કેપ્ટનની જવાબદારી

ઓપનર લોકેશ રાહુલ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે શરૂ થનારી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન બનશે.

બીસીસીઆઈના સૂત્રોએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે. રોહિત શર્માને આ શ્રેણી માટે વિરાટ કોહલીના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતો પરંતુ સ્નાયુઓમાં ખેંચાણના કારણે તે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.

રાહુલ અત્યાર સુધીમાં 40 ટેસ્ટ રમી ચૂક્યો છે. આ 29 વર્ષીય ખેલાડીએ આ ફોર્મેટમાં છ સદીની મદદથી 35.16ની એવરેજથી 2321 રન બનાવ્યા છે. રાહુલને ભાવિ ભારતીય કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે કેએલ રાહુલ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે વાઇસ કેપ્ટન બનવા જઈ રહ્યો છે.

રોહિત, જેને અજિંક્ય રહાણેના સ્થાને ટેસ્ટ શ્રેણી માટે વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પ્રવાસ પહેલા મુંબઈમાં નેટ સેશન દરમિયાન તેના ડાબા પગમાં તણાવ થયો હતો. આમાંથી સાજા થવામાં તેને ઓછામાં ઓછા ત્રણથી ચાર અઠવાડિયા લાગશે. પસંદગીકારો માટે રહાણેને ફરીથી આ જવાબદારી સોંપવી મુશ્કેલ હશે કારણ કે પ્લેઈંગ ઈલેવનમાં તેનું સ્થાન નિશ્ચિત નથી.

Exit mobile version