ગિલે રોહિત શર્મા સાથે મળીને શુક્રવારે 14 ઇનિંગ બાદ ભારતના પ્રથમ 50 રનની શરૂઆત કરી હતી…
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની ડેબ્યુ ટેસ્ટમાં દરેકને પ્રભાવિત કરનાર શુબમેન ગિલે સિડનીમાં શાનદાર બેટિંગ કરી હતી. આ યુવા ઓપનર બેટ્સમેને તેની બીજી મેચમાં પ્રથમ ટેસ્ટ અડધી સદી ફટકારી હતી. જોકે 50 રન કર્યા બાદ તે આઉટ થયો હતો, પરંતુ આ ઉપયોગી ઇનિંગ્સે તેના સાથી ખેલાડીઓને ખૂબ પ્રભાવિત કર્યા છે. રવિન્દ્ર જાડેજા કહે છે કે ગિલનો ટેસ્ટ ક્રિકેટમાં લાંબી ઇનિંગ્સ રમવાનો સ્વભાવ છે. ગિલે રોહિત શર્મા સાથે મળીને શુક્રવારે 14 ઇનિંગ બાદ ભારતના પ્રથમ 50 રનની શરૂઆત કરી હતી.
ગિલની તકનીક ખૂબ જ મજબૂત છે:
એસસીજીમાં બીજા દિવસના અંતે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાડેજાએ મીડિયાને કહ્યું, ‘મને લાગે છે કે, તે તકનીકી રીતે ખૂબ સક્ષમ છે. તેની પાસે લાંબી ઇનિંગ્સ રમવાનો સ્વભાવ છે. તે સારું છે કે તેને આજે શરૂઆત મળી, રોહિત સાથે પ્રારંભિક 70 રનની ભાગીદારી. તે ભારત માટે સારો સંકેત છે અને બીજી ઇનિંગ્સમાં વધુ સારી રમતની અપેક્ષા છે.
View this post on Instagram