ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યા બાદ વિકેટ પાછળ મોટી સફળતા મેળવી છે. એવા ભારતીય વિકેટકીપર વિશે જણાવીશું જેમણે ટેસ્ટ ફોર્મેટમાં વિકેટ પાછળ સૌથી વધુ કેચ લીધા છે.
૧. મહેન્દ્ર સિંહ ધોની:
ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આ બાબતમાં સૌથી આગળ છે. ધોનીએ પોતાની ૯૦ મેચની ટેસ્ટ કારકિર્દીમાં વિકેટ પાછળ ૨૫૬ કેચ લીધા છે. તે ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ કેચ લેનાર વિકેટકીપર છે.
૨. સૈયદ કિરમાણી:
બીજા સૌથી લોકપ્રિય ભારતીય ખેલાડી સૈયદ કિરમાણી છે. સૈયદ કિરમાણીએ પોતાની ૮૮ ટેસ્ટ મેચની કારકિર્દીમાં વિકેટ પાછળ ૧૬૦ કેચ લીધા હતા.
૩. ઋષભ પંત:
ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ કારકિર્દીમાં ૧૫૦ કેચ પૂર્ણ કર્યા છે. પંત પાસે હવે ૪૪ ટેસ્ટમાં ૧૫૧ કેચ છે.
૪. કિરણ મોરે:
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન કિરણ મોરેએ પોતાની કારકિર્દીમાં ૪૯ ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તે વિકેટ પાછળ ૧૧૦ કેચ પકડવામાં સફળ રહ્યો હતો.
૫. નયન મોંગિયા:
નયન મોંગિયાએ ભારત માટે ૪૪ ટેસ્ટ મેચ રમી હતી. આ દરમિયાન તેણે વિકેટકીપિંગમાં ૯૯ કેચ પકડ્યા હતા.