લીડ્સ ટેસ્ટમાં ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટે એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. આ મેચની પહેલી ઇનિંગમાં તેણે 24 રન બનાવ્યા હતા, પરંતુ આ ઇનિંગ સાથે તેણે સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. જો રૂટ હવે સચિન તેંડુલકરને પાછળ છોડીને ઈંગ્લેન્ડની ધરતી પર ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની બાબતમાં નંબર 1 બની ગયો છે.
1. જો રૂટ
જો રૂટ આ યાદીમાં ટોચ પર છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેનએ ઈંગ્લેન્ડમાં ભારત સામે કુલ 16 ટેસ્ટ રમી છે, જેમાં તેણે 26 ઇનિંગમાં 72.81 ની સરેરાશ સાથે 1602 રન બનાવ્યા છે.
2. સચિન તેંડુલકર:
ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનું નામ યાદીમાં બીજા નંબરે છે. તેમણે ઈંગ્લેન્ડ સામેની ૧૭ ટેસ્ટ મેચની ૩૦ ઇનિંગ્સમાં ૫૪.૩૧ ની સરેરાશથી ૧૫૭૫ રન બનાવ્યા.
૩. રાહુલ દ્રવિડ:
ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનું નામ આ યાદીમાં ત્રીજા નંબરે છે. તેમણે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ઈંગ્લેન્ડમાં ૧૩ ટેસ્ટ મેચની ૨૩ ઇનિંગ્સમાં કુલ ૧૩૭૬ રન બનાવ્યા છે.
૪. એલિસ્ટર કૂક:
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન એલિસ્ટર કૂકનું નામ યાદીમાં ચોથા નંબરે છે. તેણે ભારત સામે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણીમાં ૧૧૯૬ રન બનાવ્યા હતા.
૫. સુનિલ ગાવસ્કર:
આ યાદીમાં બીજા એક દિગ્ગજ ભારતીય બેટ્સમેન સુનિલ ગાવસ્કર પાંચમા નંબરે છે. તેમણે ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડની ધરતી પર ૧૬ ટેસ્ટ મેચની ૨૮ ઇનિંગ્સમાં ૧૧૫૨ રન બનાવ્યા હતા.