સીએસએએ શ્રીલંકા સાથે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની પણ જાહેરાત કરી છે…
વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકને 2020-21 સીઝન માટે દક્ષિણ આફ્રિકાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ શુક્રવારે આ માહિતી આપી હતી. ડી કોક શ્રીલંકા, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ટીમની સુકાની કરશે.
તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય પસંદગી સમિતિ તરીકે અમને સંતોષ છે કે અમે ટીમમાં સુસંગતતા જાળવી રાખી છે. ડી કોક આગામી સીઝન સુધી આ જવાબદારી નિભાવશે. કેપ્ટન તરીકે અમે તેનો પૂરો સપોર્ટ કરીએ છીએ.
સીએસએએ શ્રીલંકા સાથે બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમની પણ જાહેરાત કરી છે. આ બંને મેચ બોક્સિંગ ડે અને નવા વર્ષ પર રમાશે અને તે ટેસ્ટ ચેમ્પિયનશીપનો ભાગ હશે.
ટીમ: ક્વિન્ટન ડી કોક (કેપ્ટન), ટેમ્બા બાવુમા, એડિન માર્કરામ, ફાફ ડુ પ્લેસિસ, બ્યુરાન હેન્ડ્રિક્સ, ડીન એલ્ગર, કેશવ મહારાજ, લુંગી એન્જીડી, રાસી વેન ડર ડુસૈન, સારેલ ઇરવી, એનરિક નોર્ટ્જે, ગ્લેન્ટન સ્ટુરમેન, વિઆન માલ્ડર, કીગન પીટર્સન , કાયલ વેરિઅન