ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ માટેની પસંદગીની રેસમાંથી લગભગ નીકળી ગયો છે..
વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમને ઇંગ્લેન્ડ સામે આગામી ટેસ્ટ સિરીઝ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ઓપનર શુબમેન ગિલ ભારત અને યજમાન ઇંગ્લેંડ વચ્ચેની હાઈ-પ્રોફાઇલ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાંથી બહાર થવાની સંભાવના છે.
મીડિયામાં ચાલી રહેલા સમાચાર મુજબ કહેવામાં આવી રહ્યું છે કે ગિલ હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે. ભારતની ઇંગ્લેન્ડ પ્રવાસની શરૂઆતના થોડા અઠવાડિયા પહેલા જ ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન સિમેન્ટ કરવા માટે જોઈ રહેલા ગિલને ઈજા થઈ હતી. જો ગિલ નહીં રમે તો અગ્રવાલને સ્થાન મળી શકે છે. આપને જણાવી દઈએ કે ઓપનર મયંક અગ્રવાલે ટેસ્ટ ચેમ્પિયનશીપમાં યુવા ખેલાડી કરતા વધારે રન બનાવ્યા હતા, પરંતુ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇનલમાં રોહિત શર્મા સાથે ઇનિંગ્સ ખોલવા માટે ગિલની પસંદગી કરવામાં આવી હતી.
ક્રિકબઝના એક અહેવાલ મુજબ, ગિલ ભારત અને યજમાન ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ માટેની પસંદગીની રેસમાંથી લગભગ નીકળી ગયો છે, જોકે અહેવાલે પુષ્ટિ આપી છે કે ગિલ ઇંગ્લેન્ડમાં પ્રારંભિક આંચકો મેળવ્યા બાદ ભારત પાછા નહીં આવે. સમાચાર એજન્સી પી.ટી.આઈ.ના જણાવ્યા અનુસાર, ગિલને સંપૂર્ણ ટેસ્ટ પ્રવાસમાંથી બહાર કરી શકાય છે, તેમ છતાં, ટેસ્ટ શરૂ થવામાં હજી એક મહિનો બાકી છે.