વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંગ્લેન્ડના ઓવલમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગમાં ચાર વિકેટ ગુમાવીને ભારત સામે 296 રનની લીડ મેળવી લીધી છે. પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને 173 રનની લીડ મળી હતી. શુક્રવારે બીજા દાવમાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટ ગુમાવીને 123 રન બનાવ્યા હતા. આ લીડ હજુ પણ મોટી હોત, પરંતુ અજિંક્ય રહાણેએ 89 રનની લડાયક ઇનિંગ રમીને ટીમ ઇન્ડિયાને થોડી રાહત આપી હતી.
આ મેચ દરમિયાન રહાણેના જમણા હાથ પર ઘણી વાર બોલ વાગ્યો હતો, પરંતુ તેણે પાટો બાંધીને રન બનાવવાનું ચાલુ રાખ્યું હતું. તેણે મેચ પછી કહ્યું- દર્દ ભર, લેકિન મેનેજ હો જાયેગા (આંગળી બતાવતા). મને નથી લાગતું કે તેની બેટિંગ પર અસર પડશે. મેં જે રીતે બેટિંગ કરી તેનાથી ખુશ છું. આજનો દિવસ સારો હતો. અમે 320-330 મેળવવા માંગતા હતા પરંતુ એકંદરે અમારો દિવસ સારો રહ્યો. બોલિંગની વાત કરીએ તો અમે સારી બોલિંગ કરી. આ સાથે શુભમન ગીલ પણ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તે પણ ભારતને કપ જીતાવવા માટે પોતાનું આ દર્દ ભૂલીને સંપૂર્ણ મહેનત કરવા તૈયાર છે