2011 માં પદાર્પણ કરનાર જેકસને પ્રથમ વર્ગના ક્રિકેટમાં 49.42 ની સરેરાશથી 5634 રન બનાવ્યા છે…
ગત સીઝનનો હીરો અને સૌરાષ્ટ્રને પ્રથમ વખત રણજી ટ્રોફી જીતવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર સ્ટાર બેટ્સમેન શેલ્ડન જેક્સન આ વર્ષે ઘરેલું ક્રિકેટમાં સૌરાષ્ટ્રથી નહીં રમે. ખબરને અનુસાર શેલ્ડન જેક્સન પુડુચેરી તરફથી રમશે. અને આ વાત પર તેને કહ્યું છે કે આ નિર્ણય તેમના માટે ‘સહેલો’ નહોતો. જમણા હાથના બેટ્સમેન, 2019-20 સીઝનમાં, 10 મેચ (18 ઇનિંગ્સ) માં 50.56 ની સરેરાશથી 809 રન બનાવ્યા છે.
શેલ્ડન કહ્યું, તે મારા માટે સૌથી મુશ્કેલ નિર્ણય હતો અને તે મારા માટે સહેલું નહોતું, પરંતુ મને લાગે છે કે આગળ વધવું અને બીજી ટીમ અથવા રાજ્ય માટે રમવું એ વ્યાવસાયિક તરીકે મારા માટે હવે યોગ્ય સમય છે.
સૌરાષ્ટ્ર દ્વારા 5 હજારથી વધુ રન બનાવ્યા:
પુડ્ડુચેરી ક્રિકેટ એસોસિએશન (સીએપી) ના સચિવ વી ચંદ્રને પીટીઆઈને જણાવ્યું હતું કે ગત સીઝનમાં ઈજાને કારણે આઉટ થયા બાદ ઝડપી બોલર પંકજ સિંઘ ફરી એક વખત પુડુચેરી તરફથી રમશે, જ્યારે અન્ય ઘરેલુ બેટ્સમેન પારસ ડોગરા ટીમનો ભાગ લેશે.
ત્રીજો મહેમાન ખેલાડી હશે, સૌરાષ્ટ્ર તરફથી 2011 માં પદાર્પણ કરનાર જેકસને પ્રથમ વર્ગના ક્રિકેટમાં 49.42 ની સરેરાશથી 5634 રન બનાવ્યા છે, જેમાં 19 સદી અને 27 અડધી સદીનો સમાવેશ છે.
ઘરેલું ક્રિકેટમાં અન્ય કોઈ સંગઠન તરફથી રમવા માટે જેકસનને એસસીએ તરફથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (NOC) મળ્યું છે. 33 વર્ષના જેકસને કહ્યું, “અત્યાર સુધીની યાત્રા ખૂબ જ સરસ રહી છે અને સારા અને ખરાબ સમયમાં મારી સાથે ઊભા રહેવા બદલ હું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનનો આભારી છું.
એસસીએ પ્રમુખ જયદેવ શાહે જેકસનની પ્રશંસા કરી અને તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી. સીએપિ (CAP) સચિવએ જેકસનને આવકારતાં જણાવ્યું હતું કે મહેમાન ખેલાડીઓ તરીકે તેણે શેલ્ડોન જેક્સન, પારસ ડોગરા અને પંકજ સિંહ સાથે 2020-21 સીઝન માટે કરાર કર્યા છે. ત્રણેય લાંબા સમયથી રણજી ટ્રોફીમાં પોતાને ટોચના ખેલાડીઓ તરીકે સ્થાપિત કરી રહ્યા છે. ભારત અને મુંબઇના પૂર્વ ફાસ્ટ બોલર અવિશ્કર સાલ્વીની તાજેતરમાં જ પુડુચેરી ટીમના કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.