ક્રાઈસ્ટચર્ચમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 8 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે ન્યૂઝીલેન્ડની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની આશાને મોટો ફટકો પડ્યો છે. આ જીતને કારણે WTC પોઈન્ટ ટેબલમાં ન્યૂઝીલેન્ડની PCT 50.00 થઈ ગઈ છે. જો તે ઇંગ્લેન્ડ સામેની બાકીની બંને ટેસ્ટ મેચ જીતી જાય તો પણ તેનું PCB 60.00 સુધી પહોંચી શકશે નહીં. આ દૃષ્ટિએ ન્યૂઝીલેન્ડ પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાંથી લગભગ બહાર થઇ ગયું છે.
દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ભારત અને શ્રીલંકાની ટીમો WTCની ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે. જો કે, તેમના માટે પણ રસ્તો એટલો સરળ નથી. દક્ષિણ આફ્રિકાને હજુ શ્રીલંકા સામે એક ટેસ્ટ અને પાકિસ્તાન સામે ઘરઆંગણે બે ટેસ્ટ રમવાની છે. ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રોટીઝને આ ત્રણમાંથી બે મેચ જીતવી પડશે.
ઓસ્ટ્રેલિયાને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ WTC ચક્રમાં ઓસ્ટ્રેલિયા પાસે હજુ છ વધુ ટેસ્ટ મેચ રમવાની છે. કાંગારૂ ટીમ ઘરઆંગણે ભારત સામે 4 અને શ્રીલંકા સામે બે ટેસ્ટ રમશે. તેણે આ છમાંથી ઓછામાં ઓછી 4 મેચ જીતવી પડશે.
WTCના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ ટોપ પર છે. ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી રમી રહી છે. રોહિત શર્મા અને કંપની માટે સતત ત્રીજી વખત WTC ફાઈનલ રમવા માટે BGTની બાકીની ચાર મેચોમાંથી બે ટેસ્ટ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શ્રીલંકા હજુ પણ ફાઇનલમાં પહોંચવાની રેસમાં છે, પરંતુ તેની ફાઇનલ રમવી ઘણી મુશ્કેલ છે. આ ચક્રમાં શ્રીલંકાની ટીમે હજુ ત્રણ ટેસ્ટ મેચ રમવાની છે. જેમાંથી તેણે દક્ષિણ આફ્રિકા સામે એક ટેસ્ટ અને ઓસ્ટ્રેલિયા સામે બે ટેસ્ટ રમવાની છે. ફાઈનલ રમવા માટે શ્રીલંકાને ત્રણેય મેચ જીતવી પડશે.