ઉપલા ક્રમના બેટ્સમેનો દ્વારા મોટી ઇનિંગ્સ રમાય છે. પરંતુ જ્યારે નીચલા ક્રમના બેટ્સમેનો મોટી ઇનિંગ્સ રમે છે ત્યારે બધાને આશ્ચર્ય થાય છે. ટેસ્ટ ક્રિકેટમાં એવું ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે નીચલા ક્રમના બેટ્સમેન સદી અથવા બેવડી સદી ફટકારે છે.
આજે અમે તમને એવા ટોપ-5 બેટ્સમેન વિશે જણાવી રહ્યા છીએ જેમણે સાતમા નંબર પર ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમી હતી.
1. રવિન્દ્ર જાડેજા
રવિન્દ્ર જાડેજા ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી છે અને આ યાદીમાં તે નંબર વન પર આવી ગયો છે. જાડેજાએ 2022માં શ્રીલંકા સામેની મોહાલી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સાતમા નંબરે બેટિંગ કરતી વખતે અણનમ 175 રન બનાવ્યા હતા.
2. કપિલ દેવ
1983માં ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવ આ યાદીમાં બીજા નંબરે છે. 1986માં કપિલ દેવે શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં નંબર-7 પર બેટિંગ કરતા 163 રન બનાવ્યા હતા.
3. ઋષભ પંત
ઋષભ પંત ભારતનો વિકેટ કીપર બેટ્સમેન છે અને તે આ યાદીમાં ત્રીજા નંબરે આવે છે. 2019માં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ટેસ્ટ મેચમાં ઋષભ પંતે સાતમા ક્રમે બેટિંગ કરતા અણનમ 159 રન બનાવ્યા હતા.
4.મહેન્દ્ર સિંહ ધોની
આ યાદીમાં ચોથા નંબર પર મહેન્દ્ર સિંહ ધોની છે, જેણે 2011માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ મેચમાં સાતમા નંબર પર બેટિંગ કરતા 144 રન બનાવ્યા હતા.
5.મહેન્દ્ર સિંહ ધોની
મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં પાંચમા નંબર પર છે, જેણે 2010માં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં સાતમા નંબર પર 132 રનની અણનમ ઇનિંગ રમી હતી.