કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે…
તેની તીક્ષ્ણ બોલિંગથી બેટ્સમેનને પરસેવો પાડનાર જસપ્રિત બુમરાહે પ્રેક્ટિસ મેચમાં પોતાનો દમ બતાવ્યો હતો. ભારતીય બેટ્સમેનોના ફ્લોપ પ્રદર્શન બાદ બુમરાહે શાનદાર પ્રદર્શન કરીને ટીમનું ગૌરવ બચાવ્યું હતું. 10 મા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા જસપ્રિત બુમરાહે આ મેચમાં પોતાની અડધી સદી ફટકારી હતી. બુમરાહે 57 દડાની ઇનિંગ્સમાં અણનમ 55 રન બનાવ્યા હતા.
જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે દસમી વિકેટ માટે 71 રનની ભાગીદારી કરી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં બુમરાહની આ પહેલી અડધી સદી છે. બુમરાહે છગ્ગા ફટકારીને પચાસ પૂર્ણ કર્યો. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને ટીમના અગ્રણી બેટ્સમેન ટૂંક સમયમાં આઉટ થઈ ગયા. ભારત તરફથી મયંક અગ્રવાલે 2 અને હનુમા વિહારીએ ફક્ત 15 રન બનાવ્યા હતા.
બુમરાહના પચાસ રનની મદદથી ભારતીય ટીમ 194 રન બનાવી શકી હતી. જસપ્રિત બુમરાહને છગ્ગા ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી, તે જોઈને વિરાટ કોહલી પણ આનંદથી કૂદકો લગાવ્યો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Jasprit Bumrah brings up his maiden first-class 50!
Watch live #AUSAvIND: https://t.co/7h4rdQDzHV pic.twitter.com/B0wSzob9Qj
— cricket.com.au (@cricketcomau) December 11, 2020