ન્યુઝીલેન્ડ માટે, વિલિયમસન ટેસ્ટમાં 7000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે….
પાકિસ્તાન સામેની બીજી ટેસ્ટમાં કેન વિલિયમસને 238 રન બનાવ્યા. વિલિયમસન તેની ઇનિંગ દરમિયાન 364 બોલનો સામનો કર્યો હતો. વિલિયમ્સને 238 રનની મેરેથોન ઇનિંગ દરમિયાન 28 બાઉન્ડ્રી ફટકારી હતી. વિલિયમસની ટેસ્ટ કારકિર્દીની આ ચોથી ડબલ સદી છે. ટેસ્ટ ક્રિકેટમાં વિલિયમસને ન્યુઝીલેન્ડના બેન્ડન મેક્કુલમની 4 બેવડી સદીની બરાબરી કરી છે. મેક્કુલમે પણ ટેસ્ટમાં 4 બેવડી સદી ફટકારી હતી. આ સિવાય વિલિયમ્સને તેની ઇનિંગ દરમિયાન 7000 ટેસ્ટ રન પણ પૂર્ણ કર્યા હતા. ન્યુઝીલેન્ડ માટે, વિલિયમસન ટેસ્ટમાં 7000 રન બનાવનાર સૌથી ઝડપી બેટ્સમેન બન્યો છે. વિલિયમસનએ તેની ટેસ્ટ કારકિર્દીની 83 મી ટેસ્ટમાં 7000 રન પૂરા કર્યા.
Kane Williamson goes to 150 for the eighth time in Test cricket.
Run. Machine.
This is a masterclass on BT Sport 3
pic.twitter.com/a0sACwQ0va
— Cricket on BT Sport (@btsportcricket) January 4, 2021
કેન વિલિયમ્સને ટેસ્ટ કારકિર્દીમાં ચોથી ડબલ સદી ફટકારીને 14 બેટ્સમેનને પરાજિત કર્યા છે. વિલિયમસન હવે ટેસ્ટ ક્રિકેટમાં સ્ટીવ સ્મિથ, ચેતેશ્વર પૂજારા, જો રૂટ, અઝહર અલી, રોસ ટેલર, ક્રિસ ગેઇલ, ગેરી કિર્સ્ટન, વિવિયન રિચાર્ડ્સ, સ્ટીફન ફ્લેમિંગ, મુશફિકુર રહીમ, બોબ સિમ્પ્સન, કેવિન પીટરસન, જસ્ટિન લેન્જર અને સનાથ જયસૂર્યા જેવા બેટ્સમેનોથી આગળ છે
કિવિના કેપ્ટન કેન વિલિયમ્સને ટેસ્ટમાં ચોથી ડબલ સદી ફટકારીને 9 બેટ્સમેનની બરાબરી કરી છે. ટેસ્ટમાં 4 બેવડી સદી ફટકારનારા બેટ્સમેન સુનિલ ગાવસ્કર, બ્રાન્ડન મેક્કુલમ, ઝહિર અબ્બાસ, માઇકલ ક્લાર્ક, હાશિમ અમલા, ગ્રેગ ચેપલ, મોહમ્મદ યુસુફ, ગોર્ડન ગ્રીનિજ અને લેન હટન છે.
Great reactions from @TomBlundellNZ and Mitchell Santner to Kane Williamson’s 200 at Hagley Oval. Follow play LIVE in NZ with @sparknzsport #NZvPAK pic.twitter.com/Z5Q9128ySn
— BLACKCAPS (@BLACKCAPS) January 5, 2021