ભારતનો ઝડપી બોલર નવદીપ સૈની વર્તમાન સિઝનમાં ઈંગ્લિશ કાઉન્ટી ટીમ કેન્ટ માટે આઠ મેચ રમશે.આ કાઉન્ટી માટે રમનાર રાહુલ દ્રવિડ પછી નવદીપ સૈની ભારતનો બીજો ટેસ્ટ ક્રિકેટર હશે.
કેન્ટ કાઉન્ટીના જણાવ્યા અનુસાર, કેન્ટ ક્રિકેટ ભારતના આંતરરાષ્ટ્રીય ફાસ્ટ બોલર નવદીપ સૈનીને ત્રણ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચો અને પાંચ રોયલ લંડન કપ મેચો માટે સાઈન કરવાની જાહેરાત કરતાં ખુશ છે. સૈની ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યો છે.
🇮🇳✍ https://t.co/Dm69EqvjxX pic.twitter.com/dDZETioDvA
— Kent Cricket (@KentCricket) July 15, 2022