શ્રીલંકા સામેની વનડે સીરીઝ બાદ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની સીરીઝમાં જોવા મળવાનો છે પરંતુ તે પહેલા ફેન્સને મુંબઈની સડકો પર તેની એક ઝલક જોવા મળી હતી. હાલમાં, રોહિતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેના લક્ઝુરિયસ લેમ્બોર્ગિની ઉરુસમાં જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન તેની કારની સૌથી ખાસ વાત તેનો રજીસ્ટ્રેશન નંબર ‘0264’ હતો. રોહિતના ચાહકો જાણે છે કે તેની ખાસ નંબર પ્લેટનો નંબર 0264 કેમ છે. જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે આ તેનો ODIમાં સર્વોચ્ચ સ્કોર છે, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. ભારતીય કેપ્ટનના નામે 50 ઓવરના ફોર્મેટમાં ત્રણ બેવડી સદી છે, જે વિશ્વના કોઈપણ ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ બેવડી સદી છે.
— follow @rushiii_12 (@middle451817) August 16, 2024
