
તોફાની ઇનિંગ રમીને ચેન્નાઈને સતત પાંચમી જીત અપાવી હતી…
ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ સરસ ફોર્મમાં છે. ગાયકવાડે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 64, 33 અને 75 રન બનાવ્યા હતા. બુધવારે (28 એપ્રિલ) સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં તોફાની ઇનિંગ રમીને ચેન્નાઈને સતત પાંચમી જીત અપાવી હતી.
હવે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વીરેન્દ્ર સહેવાગે ગાયકવાડ અંગે મોટું નિવેદન આપ્યું છે. સહેવાગે કહ્યું કે, જોકે તેઓ ગાયકવાડને વ્યક્તિગત રૂપે મળ્યો નથી, પરંતુ આ યુવા ખેલાડી આગામી સમયમાં ચેન્નાઈ સુપર કિંગ્સની સુકાની કરી શકે છે.
સેહવાગે ક્રિકબઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું તેને મળ્યો નથી અથવા તો રૂબરૂમાં રમતો જોયો નથી. પરંતુ જો તે આવતા કેટલાક વર્ષોમાં સીએસકેનો ભાગ રહેશે તો તેની પાસે કેપ્ટન બનવાની સંભાવના છે. મેં તેની સાથે વ્યક્તિગત રીતે સમય નથી વિતાવ્યો. પરંતુ શાંત મન સાથે બેટિંગ કરતા તે જાણે છે કે ક્યારે જોખમ લેવું અને દરેક ક્ષણે બેટિંગ કેવી રીતે કરવી.
સેહવાગે આગળ કહ્યું, તે જવાબદારીથી ભાગતો નથી, ન તો તે તેની વિકેટ ફેંકી દે છે. તેના આ બધા ગુણોને જોતા મને લાગે છે કે જો તે સીએસકેમાં રહે તો તેની સંભાવના છે.
